બ્રિટનના પૂર્વ પીએમ ચર્ચિલના બ્લેનહિન પેલેસમાંથી સોનાના ટોઇલેટની ચોરી ! - Sandesh
  • Home
  • World
  • બ્રિટનના પૂર્વ પીએમ ચર્ચિલના બ્લેનહિન પેલેસમાંથી સોનાના ટોઇલેટની ચોરી !

બ્રિટનના પૂર્વ પીએમ ચર્ચિલના બ્લેનહિન પેલેસમાંથી સોનાના ટોઇલેટની ચોરી !

 | 2:37 am IST

। લંડન ।

બ્રિટનના પૂર્વ પીએમ વિંસ્ટન ચર્ચિલના બ્લેનહિન પેલેસમાં ચોરીની ઘટના બની છે. ઓક્સફોર્ડશાયરમાં બ્લેનહિમ પેલેસમાંથી ૧ મિલિયન પાઉન્ડના સોનાના ટોઈલેટની ચોરી થઈ છે. આ ટોઈલેટ ૧૮ કેરેટના સોનાથી બનેલું હતું. બ્લેનહિન પેલેસમાં પૂર્વ પીએમ વિંસ્ટન ચર્ચિલનો જન્મ થયો હતો.

ઈટાલિયન આર્ટિસ્ટ કેટેલાન દ્વારા આ ટોઈલેટ બનાવાયું હતું અને તેને અમેરિકા નામ અપાયું હતું. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પણ એક વાર લોન પર આ ટોઈલેટ ઓફર કરવામાં આવ્યું હતું. ગુરુવારે દર્શકો માટે આ પ્રદર્શન ખુલ્લુ મુકાયું હતું. ટેમ્સ વૈલી પોલીસને શનિવારે સવારે ૪.૫૭ કલાકે ટોઈલેટ ચોરી થઈ હોવાની જાણકારી મળી હતી. પોલીસના એક નિવેદન અનુસાર સોનાના ટોઈલેટની ચોરી કરીને ચોર ૪.૫૦ કલાકે ફરાર થઈ ગયા હતા. ૬૬ વર્ષના એક સંદિગ્ધની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કહ્યું કે ચોરી થયેલ ટોઈલેટ મળી શક્યું નથી પરંતુ તેને શોધવાના પ્રયાસો ચાલુ છે.અમેરિકા નામથી ઓળખાનાર આ ટોઈલેટને પહેલી વાર ૨૦૧૬ માં ન્યૂયોર્ક સિટીમાં નિર્દેશન માટે ખુલ્લુ મૂકાયું હતું. ડિરેક્ટર ઈન્સ્પેક્ટર જેસ મિલનેએ જણાવ્યું કે ચોરાયેલ કલાકૂર્તિનો નમૂનો શુદ્ધ સોનામાંથી બનાવવમાં આવેલ છે. બે દિવસ પહેલા તેને પેલેસમાં પ્રદર્શન માટે મૂકવામાં આવ્યું હતું. ટોઈલેટની ચોરી થતા પ્રદર્શનને બંધ કરી દેવામાં આવ્યું છે. પોલીસે જણાવ્યું કે અમારે માટે શરમજનક છે કે આટલી અમૂલ્ય વસ્તુની ચોરી થઈ છે.

બ્લેનહિન પેલેસ યુનેસ્કો વર્લ્ડ હેરિજેટ સાઈ છે અને તે ૧૨મા ડયૂક ઓફ માર્લબરોહ અને તેમના પરિવારનું ઘર છે અને અહિં જ પૂર્વ વડાપ્રધાન અને યુદ્ધના નેતા વિંસ્ટન ચર્ચિલનો જન્મ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;