NIFTY 10,333.25 +81.15  |  SENSEX 33,462.97 +216.27  |  USD 64.0400 -0.30
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • 5 મિનિટમાં થઈ જશે તૈયાર આ ટેસ્ટી અને હેલ્ધી ઈડલી, નોંધી લો રેસિપી

5 મિનિટમાં થઈ જશે તૈયાર આ ટેસ્ટી અને હેલ્ધી ઈડલી, નોંધી લો રેસિપી

 | 3:55 pm IST

સામગ્રીઃ-

૧/૨ કપ ચોખા  

૧/૨ કપ લીલી મગની દાળ  

૧/૪ ટીસ્પૂન મેથીના દાણા  

૧/૨ કપ ખમણેલા ગાજર  

૧/૨ કપ ઝીણા સમારેલો લીલા કાંદાનો સફેદઅને લીલો ભાગ  

મીઠું સ્વાદાનુસાર  

૧ ટીસ્પૂન ફ્રૂટ સોલ્ટ  

પીરસવા માટે  

પૌષ્ટિક લીલી ચટણી

રીતઃ-

૧. એક ઊંડા બાઉલમાં ચોખામગની દાળ અને મેથીના દાણા મેળવીજરૂરી પાણી ઉમેરી ૫ થી ૬ કલાક માટે પલાળી રાખો.  

૨. હવે તેને નીતારીથોડું પાણી ઉમેરીને મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ બનાવો.  

૩. હવે પેસ્ટને એક બાઉલમાં કાઢી તેમાં ગાજરલીલા કાંદા અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.  

૪. હવે ખીરાને બાફ્તા પહેલા તેમાં ફ્રૂટ સોલ્ટ ઉમેરો અને તેની પર ૨ ટીસ્પૂન પાણી રેડો.  

૫. હવે પેસ્ટમાં પરપોટા થવા માંડે ત્યારે ધીરથી હલાવી લો.  

૬. હવે થોડું-થોડું ખીરુ ઇડલીના દરેક સાંચામાં રેડી સ્ટીમરમાં ૧૦ મિનિટ માટે અથવા ઇડલી રધાંઇ ત્યાં સુધી બાફી લો.  

૭. થોડું ઠંડું થવા દઇઇડલીને સાંચામાંથી બહાર કાઢી પૌષ્ટિક લીલી ચટણી સાથે તરત જ પીરસો.