અથાણાં વીક : તુરંત ઉપયોગમાં લેવો હોય તો આ રીતે બનાવો કેરીનો છુંદો - Sandesh
NIFTY 10,526.20 -22.50  |  SENSEX 34,331.68 +-63.38  |  USD 65.6600 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • અથાણાં વીક : તુરંત ઉપયોગમાં લેવો હોય તો આ રીતે બનાવો કેરીનો છુંદો

અથાણાં વીક : તુરંત ઉપયોગમાં લેવો હોય તો આ રીતે બનાવો કેરીનો છુંદો

 | 3:50 pm IST

સામગ્રી

કાચી કેરી – 1 કીલો
ગોળ – 1 કિલો
મીઠું – સ્વાદાનુસાર
હળદર – 2થી 3 ચમચી
લાલ મરચું પાવડર- 5થી 6 ચમચી

રીત
સૌ પ્રથમ કેરીની છાલ કાઢી તેને જાડી છીણ પડે તે રીતે છીણી લો. આ છીણમાં હળદર, મીઠું ઉમેરી અને એક કલાક ઢાંકીને રાખી દો. ત્યારપછી કેરીનું પાણી નીચોવી અને તેને મોટા તપેલામાં રાખો. કેરીની છીણમાં ગોળના ટુકડા અને સ્વાદાનુસાર મીઠું ઉમેરી 2થી 3 કલાક સુધી તેને ઢાંકીને રાખી દો. ગોળ જ્યારે ઓગળવા લાગે એટેલ તેને સારી રીતે મીક્ષ કરો અને તપેલાને ધીમા તાપે ગરમ કરવા મુકો. ગોળ સાવ ઓગળી જાય એટલે તેમાં મરચું પાવડર ઉમેરી અને નીચે ઉતારી લો. આ છુંદો ઠંડો પડે એટલે તેને કાચની બરણીમાં ભરી સ્ટોર કરો.