ફર્નિચરને સાફ કરવાની સરળ પદ્ધતિ - Sandesh
NIFTY 10,124.35 +30.10  |  SENSEX 32,996.76 +73.64  |  USD 65.1900 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nari
  • ફર્નિચરને સાફ કરવાની સરળ પદ્ધતિ

ફર્નિચરને સાફ કરવાની સરળ પદ્ધતિ

 | 12:58 am IST

ઘરની શોભા વધારવામાં ફર્નિચર સામાન્ય વસ્તુ બની ગઇ છે. જે વસ્તુ ઘરની શોભા વધારતી હોય તે વસ્તુની સ્વચ્છતા અને સંભાળ લેવાની જવાબદારી ઘરની મહિલાની હોય છે. પહેલાના સમયમાં લાકડાંનું જ ફર્નિચર જોવા મળતું હતું, જ્યારે હવે ફર્નિચરમાં પણ વિવિધતા જોવા મળે છે, જેમ કે કાચનું ફર્નિચર, લોખંડનું ફર્નિચર, એલ્યુમિનિયમ સેક્શનનું ફર્નિચર, સિટેન્ક્સ – પ્લાસ્ટિક વગેરેના ર્ફિનચરો જોવા મળે છે. ફર્નિચરને સાફ કરવાની સરળ રીત વિશે જાણીએ.

લાકડાંના ફર્નિચરને સાફ કરવા માટે બે ચમચી ઓલિવ ઓઇલ, ચાર ચમચી વિનેગર, અને ત્રણ ચમચી ટર્પેન્ટાઇન ઓઇલ મેળવો. હવે આ મિશ્રણવાળું કપડું કરીને ફર્નિચર સાફ કરો.

પાણીમાં થોડીક ચાની પત્તી નાંખીને અડધો કલાક ઉકાળો. આ પાણીથી લાકડાંનું ફર્નિચર તેમજ કાચ વગેરે સાફ કરી શકાય છે.

ઘરમાં લાકડાંના ફર્નિચરને દર મહિને એક વખત ફિનાઇલ અથવા ડેટોલવાળા પાણીનું પોતું મારવાથી તેમાં જીવ-જંતુ નહિ થાય.

તિજોરી અને કબાટના કાચ સાફ કરવા માટે એની પર રદ્દી પેપર ઘસીને લૂંછી નાંખો. કાચ એકદમ ચમકી ઉઠશે.

ટેબલ કે કબાટના ખાનામાં કાટ લાગ્યો હોય તો એને પહેલા કાચ કાગળથી ઘસી લો, પછી એની પર મીણ લગાવી દો. એનાથી એમાં કાટ નહિ લાગે અને જલદી ખુલી પણ શકશે.

દર્પણ ઝાંખુ પડી ગયું હોય તો બટાકાની છાલથી લૂછો, દર્પણ ચમકદાર બની જશે, તે જ રીતે કાચના દરવાજા પણ સાફ કરો.