How To Control Diabetes Foods, Diet, Blood Testing
  • Home
  • Featured
  • ડાયાબિટીસને કંટ્રોલ કરવાના દેશી નુસખા અજમાવી જુઓ, 100% થશે ફાયદો

ડાયાબિટીસને કંટ્રોલ કરવાના દેશી નુસખા અજમાવી જુઓ, 100% થશે ફાયદો

 | 9:54 am IST

ડાયાબિટીસનું પ્રમાણ હાલ ખુબ વધી ગયુ છે જેને જુઓ તેને આ બીમારી. લોહીમાં સુગરનું પ્રમાણ વધી જાય તેને ડાયાબિટીસ કહેવાય છે. સામાન્ય રીતે લોહીમાં રહેલી સુગર કોષોને શક્તિ પહોંચાડવાનું કામ કરે છે. પરંતુ ડાયાબિટીસના કારણે આ પ્રક્રિયા બરાબર થઈ શકતી નથી. જેને લઈને અંગોને નુકસાન પહોચે છે. અને યોગ્ય પ્રમાણમાં લોહી પહોંચી શકતું નથી.

મોટાભાગે આપણે માનીએ છીએ કે ખુબજ ગળ્યું ખાવાથી ડાયાબિટીસ થાય છે પણ વાસ્તવમાં એવું નથી આનું કારણ સ્ટ્રેચ અને ચિંતા છે. તેમજ કેટલીક વાર આનુવંશિક પણ હોઈ શકે છે આનાથી આખોની રોશની કિડની જેવા ખુબજ મહત્વના અંગો પર અસર થાય છે. આપણી લાઇફ સ્ટાઈલ પણ આના માટે જવાબદાર છે તેવું કહેવું કંઈ ખોટું નથી.

ડાયાબિટીસનાં બે પ્રકાર હોય છે ટાઈપ-1 અને ટાઈપ-2. ટાઈપ-1માં ઇન્સ્યુલિન બનવાનું ઓછું કે બંધ થઈ જાય છે કે ટાઈપ-2માં શુગરનું સ્તર વધી જાય છે. જેને કંટ્રોલ કરવું મુશ્કેલ હોય છે. ડાયાબિટીસનું જોખમ ઘટાડવા આટલું જરૂર કરો.

ડાયાબિટીસ છે કે નહિ એ જાણવા લોહીની તપાસ કરાવો. પૌષ્ટિક ખોરાક લો. કસરત કરો. ડાયાબિટીસની સારવારમાં ખોરાકનું નિયંત્રણ ઘણું અગત્યનું છે. ડાયાબિટીસનો દર્દી એક તંદુરસ્ત વ્યક્તિની જેમ જ કાર્ય કરતો હોય છે. તેમનો આહાર સમતોલ અને પુરતા પોષક તત્વોથી ભરપૂર હોવો જરી છે. ડાયાબિટીસમાં આહાર વ્યક્તિની જીવનશૈલી દર્દીની ઉંમર, વજન, તેમની દૈનિક પ્રવૃતિ, રોજીંદી કેલેરીનો તેમની જરિયાત વિગેરે સિધ્ધાંતોને અનુસરીને નકકી કરવો જોઈએ.

ડાયાબિટીસ હોય તેણે શું ન ખાવું?
ખાંડ, સાકર, ગોળ, મધ, ગ્લુકોઝ, મીઠાઈ, ચોકલેટ, સુકોમેવો (બદામ, કાજુ, અખરોટ, પીસ્તા, કોપ વિગેરે), ચીઝ, ક્રીમ, ડેઝર્ટસ, મીઠા પીણા, ક્ધડેન્સ્ડ મિલ્ક, ફરસાણ એટલે કે તેલમાં તળેલી વસ્તુઓ, અથાણા, સોસ, સૂપ, મેંદો, કોર્ન, ફલાવર, કસ્ટર્ડ, પેસ્ટ્રીકેડ, જામ, જેલી, ગળ્યા બિસ્કિટ, આઈસક્રીમ, ઘી, માખણ, વનસ્પતિ ઘી, પામ ઓઈલ, કોપરેલ, બેકરીની વસ્તુઓ, આલ્કોહોલ, તેલવાળા અથાણા ન લેવાય.કેળા, દ્રાક્ષ, આમળા,લીચી, તરબુચ અને મીઠા ફળ ન ખાવા.

ડાયાબિટીસ હોય તેણે શું ખાવું?
લીલા પાંદડાવાળા શાકભાજી, આમળા, હળદર, કાંદા, લસણ, લીંબુ, મરચા, મોળી પાતળી છાસ, ઉગાવેલા કઠોળ, સફરજન, દાડમ, સંતરા, મોસંબી, ટેટી જેવા ફળો કાચા ટમેટા, કાકડી, મુળા, મોગરી, ગાજર, કોબીચ, ક્રીમ વગરનો વેજીટેબલ સુપ, ટમેટાનો રસ, સોડા, લીલા નારિયેળનું પાણી, ખાંડ વગરના પીણા, મલાઈ વગરનું દૂધ વગેરે છૂટથી લઈ શકાય.

આ દેશી નુસખા અજમાવો
જામફળના પાનને ઉકાળી પાણી પીવાથી ફાયદો થશે. જાંબુની ગોટલીનો પાવડર સવારે ખાલી પેટે હુંફાળા પાણી સાથે પીવો. આનાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે. તજના પાવડરને ગરમ પામી સાથે પીવાથી ફાયદો થશે. સવારે ઉઠી ખાલી પેટ તુલસીના પાન ચાવો તમે તુલસીનો રસ પણ પી શકો છો. આનાથી ડાયાબિટીસ કંટ્રોલ થશે. કારેલા અને લીંમડાના પાન પણ ડાયાબિટીસને કંટ્રોલ કરે છે.

આ Video જુઓ: રાજ્યમાં આજથી લાગુ થઈ શકે છે ટ્રાફિકના નવા નિયમો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન