ગુજરાતમાં 'અબ કી બાર કિસ કી સરકાર', જાણો શું કહે છે 'મહાપોલ' - Sandesh
NIFTY 10,536.70 +20.00  |  SENSEX 34,651.24 +35.11  |  USD 68.0700 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ગુજરાતમાં ‘અબ કી બાર કિસ કી સરકાર’, જાણો શું કહે છે ‘મહાપોલ’

ગુજરાતમાં ‘અબ કી બાર કિસ કી સરકાર’, જાણો શું કહે છે ‘મહાપોલ’

 | 9:54 am IST

ગુજરાતમાં યોજાનારી ચૂંટણી પહેલાં ટાઇમ્સ નાઉ દ્વારા પહેલી વખત કમ્પ્યૂટરરાઇઝ સરવે જારી કરવામાં આવ્યો હતો. આ સરવેનાં પરિણામો ભાજપની ફતેહ જણાવે છે. સરવેનાં પરિણામો પ્રમાણે 111 બેઠકો સાથે ગુજરાતમાં ભગવો લહેરાશે. બીજી તરફ કોંગ્રેસના ફાળે 68 બેઠકો આવશે જ્યારે અન્યને ત્રણ બેઠકો મળશે. મહત્ત્વની વાત એ છે કે, આ સરવેમાં જણાવાયું છે કે, 2012ની વિધાનસભાની ચૂંટણીની સરખામણીએ કોંગ્રેસને સાત બેઠકનો ફાયદો થાય તેમ છે. ભાજપને ચાર અને અન્ય ઉમેદવારોને ત્રણ બેઠકો ગુમાવવી પડે તેમ છે. ભાજપ અને કોંગ્રેસના વોટશેરમાં નજીવી સરસાઈ આવી છે. તાજેતરનાં પરિણામો જણાવે છે કે, ભાજપને કુલ 45 ટકા વોટશેર મળશે જ્યારે કોંગ્રેસને 40 ટકા અને અન્યને 15 ટકા વોટશેર મળે તેમ છે.

ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી નથી ત્યારે આ પદ ખૂબ જ ચર્ચામાં રહ્યું છે. તાજેતરનો સરવે જણાવે છે કે, લોકો આગામી વિધાનસભામાં ભાજપના વિજય સાથે મુખ્યમંત્રી તરીકે વિજય રૃપાણીને જ ઇચ્છે છે. 36 ટકાએ વિજય રૂપાણી ઉપર પસંદગી ઉતારી હતી, જ્યારે 7 ટકા લોકોએ આનંદીબહેન અને નીતિન પટેલ ઉપર પસંદગી ઉતારી હતી. કોંગ્રેસી નેતા શક્તિસિંહ ગોહિલની તરફેણમાં 16 ટકાનો મત આવ્યો હતો.

સરવેનાં પરિણામો જણાવે છે કે, કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીના દરમાં ઘટાડો કરવો કે પછી રાહુલનું ગુજરાતનાં મંદિરોમાં કરાતું ભ્રમણ અને હાર્દિકનું કોંગ્રેસ સાથેનું ગર્ભિત જોડાણ આ બધા જ મુદ્દા ચૂંટણીને ખૂબ જ અસર કરશે. મોદી સરકાર દ્વારા જારી કરાતી યોજનાઓ અને રાહુલનું મંદિરભ્રમણ લોકોને ખાસ પ્રભાવિત કરી શક્યું નથી. હાર્દિકના સીડીકાંડમાં પણ હાર્દિકને ફાયદો થયો હોવાનું જાણવા મળ્યું છે. લોકોએ એવો પણ મત આપ્યો છે કે, ચૂંટણી ચહેરા કરતાં પક્ષની વિશ્વસનીયતા મતદાનને વધારે અસર કરે છે. ખાસ કરીને રાહુલ ગાંધી વિશે સરવે માને છે કે, ગુજરાતમાં જોડાણ વગર રાહુલ ગાંધી એકલા હાથે ચૂંટણી જીતાડવા સક્ષમ નથી. 39 ટકા લોકો આ વાતની તરફેણમાં હોવાનું જણાવાયું છે.

કુલ બેઠકો
111 ભાજપ
68 કોંગ્રેસ
03 અન્ય
2012ની સ્થિતિ
115 ભાજપ – 4
61 કોંગ્રેસ + 7
06 અન્ય – 3

વોટશેર:
કુલ વોટશેર
45% ભાજપ
40% કોંગ્રેસ
15% અન્ય
2012ના વોટશેર
48% ભાજપ -3
39% કોંગ્રેસ +1
13% અન્ય +2

વોટશેર…
મધ્ય ગુજરાત
46% ભાજપ
40% કોંગ્રેસ
14% અન્ય

સૌરાષ્ટ્ર-કચ્છ
44% ભાજપ
41% કોંગ્રેસ
15% અન્ય

ઉત્તર ગુજરાત
45% ભાજપ
42% કોંગ્રેસ
13% અન્ય

દક્ષિણ ગુજરાત
46% ભાજપ
39% કોંગ્રેસ
15% અન્ય

બેઠકોનું ગણિત…
મધ્ય ગુજરાત
25 ભાજપ
15 કોંગ્રેસ
૦૦ અન્ય

કચ્છ-સૌરાષ્ટ્ર
29 ભાજપ
25 કોંગ્રેસ
૦૦ અન્ય

ઉત્તર ગુજરાત
32 ભાજપ
20 કોંગ્રેસ
01 અન્ય

દક્ષિણ ગુજરાત
25 ભાજપ
08 કોંગ્રેસ
02 અન્ય

રાહુલ એકલા હાથે જીતી શકે?
37% હા
39% ના
24% મદદ જોઈએ

મોદીની યોજનાઓથી લાભ થશે?
27% હા, કદાચ
29% હા
44% જૂનો મુદ્દો છે

વોટને સૌથી વધુ અસર શું કરે છે
23% ગુજરાત ગૌરવ
13% રાજ્ય સરકારનું પ્રદર્શન
23% લોકલ નેતા
31% પક્ષની વિશ્વસનીયતા
7% જાતિ

મુખ્યમંત્રી તરીકે કોણ આગામી પસંદગી?
7% નીતિન પટેલ
16% શક્તિસિંહ ગોહિલ
36% વિજય રૃપાણી
7% આનંદીબહેન

સેક્સ-સિડીની હાર્દિકને અસર થઈ?
60% નથી થઈ
24% થઈ છે
16% સહાનુભૂતિ મળી

કોંગ્રેસ-હાર્દિકનાં જોડાણમાં કોને ફાયદો?
27% હાર્દિકને નુકસાન
35% કોંગ્રેસને ફાયદો
38% હાર્દિકને ફાયદો

જીએસટીમાં સુધારા માસ્ટરસ્ટ્રોક હતો?
46% ના
45% હા
9% વધુ સુધારા જરૃરી

ટેમ્પલ રનથી રાહુલને ફાયદો થશે?
55% ના
45% હા