Eat so many animals every day, the suffering will be far from yours
  • Home
  • Astrology
  • ભુલ્યા વગર રોજ કરાવો આટલા પશુ-પક્ષીઓને ભોજન, કષ્ટ તમારાથી દુર ભાગશે

ભુલ્યા વગર રોજ કરાવો આટલા પશુ-પક્ષીઓને ભોજન, કષ્ટ તમારાથી દુર ભાગશે

 | 12:12 pm IST

હિન્દુ ધર્મમાં ઘણી સારી માન્યતાઓ છે અને દરેક માન્યતાની પાછળ એક કહાની છુપાયેલી હોય છે. એવામાં ઘણી વાર તમે સાંભળ્યું હશે કે લોકો ગાય, કુતરા, કાગડા અને કીડીને ભોજન કરાવવાનું પણ મહત્વ જણાવતા હોય છે. પરંતુ તમે ક્યારેય સાંભળ્યું છે કે કેમ હિન્દુ ધર્મમાં આને કેમ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કેઈ રીતે તેમને અન્ન દેવાથી લાભ થશે? શું છે તેનું રહસ્ય? તો આજે આપણે વાત કરીશું આ વિશે…

શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે ગાય, કાગડા, કુતરા, કીડી જેવા અબોલ જાનવરોને ભોજન કરાવવાથી પૂર્વ અગ્નિને તેનો ભાગ અર્પિત કરવામાં આવે છે જેને અગ્નિહોત્ર કર્મ કહે છે. તમે જોયું હશે કે ઘણીવાર હિન્દુ ધર્મના લોકો જમતા પહેલા થોડું ભોજન અલગ કરી લે છે, પછી તે અલગ કરેલા ભોજનને જળ ચડાવી દેવામાં આવે છે. આવું કરવાનું પણ એક રહસ્ય છે કે ત્રણલોક બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને ચડાવવામાં આવતા હોય છે. આવી જ રીતે ગાય, કાગડા અને કુતરા માટે પણ ભોજન રાખવામાં આવે છે અને આ ભોજનનો નિયમ છે.

કુતરાનું રહસ્ય

શાસ્ત્રોમાં કુતરા વિશે જણાવવામાં આવ્યું છે કે આ યમદૂત હોય છે, એટલું જ નહીં કુતરાને હિન્દુ દેવતા ભૈરવ મહારાજનો સેવક પણ માનવામાં આવે છે. એટલા માટે માન્યતા છે કે કુતરાને ભોજન આપવાથી ભૈરવ મહારાજ પ્રશન્ન થાય છે અને દરેક પ્રકારની આકસ્મિક સંકટોથી ભક્તની રક્ષા કરે છે. એટલું જ નહીં કુતરાને ભોજન કરાવવાથી તે તમારી આસપાસ યમદૂતને પણ આવવા દેતું નથી.

કાગડાનું રહસ્ય

શાસ્ત્રમાં કાગડાને અતિથિ-આગમનનું સૂચક અને પિત્રોનું આશ્રમ સ્થળ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ પક્ષીની પણ સ્વાભાવિક મૃત્યુ હોતી નથી. કોઈ બિમારી કે વૃદ્ધાવસ્થાથી પણ તેની મૃત્યુ થતી નથી. તેની મૃત્યુ આકસ્મિક રૂપથી થાય છે. શ્રાદ્ધ પક્ષમાં કાગડાઓ મહત્વ માનવામાં આવે છે. આ પક્ષમાં કાગડાઓને ભોજન કરાવવું અથાર્ત પોતાના પિતૃને ભોજન કરાવવાનું માનવામાં આવે છે.

ગાયનું રહસ્ય

ગાય વિશે તો વૈજ્ઞાનિકોનું પણ માનવું છે કે આ એકમાત્ર એવું પ્રાણી છે, જે ઓક્સિજન ગ્રહણ કરે છે અને ઓક્સિજન જ છોડે છે, જ્યારે મનુષ્ય સહિત બધા પ્રાણીઓ ઓક્સિજન લે છે અને કાર્બન ડાઈઓક્સાઈડ છોડે છે. ગાય જ વ્યક્તિના મૃત્યુ બાદ વૈતરણી નદી પાર કરાવે છે. ભારતમાં ગાયને દેવીનો દર્જો આપવામાં આવ્યો છે. ગાય લાખો યોનિયોનો એ પડાવ છે, જ્યાં આત્મા વિશ્રામ કરીને આગળની યાત્રા શરૂ કરે છે.

કીડીનું રહસ્ય

કીડીઓને ભલે આપણે શરૂઆતમાં નજરઅંદાજ કરતા આવ્યા છીએ, પરંતુ માનવને કીડીઓ પાસેથી ઘણું બધુ શિખવાની જરૂર છે. કીડીનું મુખ્ય કાર્ય છે કે તે મરેલા નાના નાના જીવજંતુને ખાઈને તેને સમાપ્ત કરે છે. આ કાર્ય એટલું સુક્ષ્મ છે કે આને બીજું કોઈ પ્રાણી ન કરી શકે. લાલને અશુભ અને કાળી કીડીને શુભ માનવામાં આવે છે. બંને પ્રકારની કીડીને લોટ આપવાની પરંપરા પ્રાચિન સમયથી ચાલી આવી છે. કીડીઓને સાંકર લોટમાં મેળવીને આપવાથી વ્યક્તિ દરેક બંધનથી મુક્ત થઈ જાય છે.

આ પણ જુઓ: સ્વતંત્રતા દિવસને લઇને ITBPના જવાન લવલિસિંહનો અનોખો વીડિયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન