Eat these 3 things in urine infestation problem follow home remedy
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • યુરિન ઇન્ફેક્શનની સમસ્યાથી પરેશાન છો તો કરો આ 3 વસ્તુઓનું સેવન, મળશે આરામ

યુરિન ઇન્ફેક્શનની સમસ્યાથી પરેશાન છો તો કરો આ 3 વસ્તુઓનું સેવન, મળશે આરામ

 | 3:58 pm IST

ખોટી ડાયેટ અને લાઇફસ્ટાઇલના કારણે આજે ઘણી છોકરીઓને યુરિન ઇન્ફેક્શનની સમસ્યા રહે છે. તેના મુખ્ય લક્ષણમાં દુખાવો, બળતરા અને તાવ જેવી સમસ્યાની સાથે વારંવાર યુરિન આવવાની સમસ્યા થાય છે. તેના કારણે શરીરના નીચા ભાગ પર અસહ્ય દુખાવાનો પણ સામનો કરવો પડે છે. સાથે જ જલદી જ તેના પ્રત્યે એલર્ટ ન થવા પર કોઇ ગંભીર સમસ્યા હોવાના કારણે ખતરો વધી શકે છે. તેનાથી બચાવ તેમજ રાહત મેળવવા માટે તમારી ડાયેટમાં કેટલાક બદલાવ થા તો હેલ્ધી વસ્તુઓને સામેલ કરવાની જરૂરત છે.

દુધીનો જ્યુસ

ઘણીવાર લોકોને દુધી ખાવાનું પસંદ નથી હોતું. પરંતુ જ્યારે વાત તેમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં વિટામિન, કેલ્શિયમ, આયર્ન, એન્ટી-ઓક્સિડેન્ટ, એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. તેથી નિયમિત રીતે દુધીનો રસ પીવાથી યુરિનમાં થતા ઇન્ફેક્શનથી આરામ મળે છે.

દાડમની છાલ

દાડમની સાથે તેની છાલ પણ ખૂબ ફાયદાકારક છે. તેમાં રહેલા વિટામિન, આયર્ન, એન્ટી ઓક્સિડન્ટ, એન્ટી બેક્ટેરિયલ ગુણ યુરિન ઇન્ફાર્ક્શનની સમસ્યાથી રાહત કરવામાં મદદ કરે છે. આ માટે દાડમની છાલ નીકાળી અને તેને સારી રીતે ધોઈ લો. ત્યારબાદ તે છાલને મિક્સરમાં નાંખીને પેસ્ટ બનાવો. તૈયાર કરેલા મિશ્રણમાં 2-3 ટીપાં મધ મેળવીને પીવાથી ફાયદો થાય છે.

મેથીના દાણા

મેથીના દાણામાં આયર્ન, પોટેશિયમ, ફાઈબર વગેરે જેવા પોષક તત્વો હોય છે. તે આરોગ્યને સુધારવામાં અને યુરિન ઇન્ફેક્શનની સમસ્યાથી રાહત આપવામાં મદદ કરે છે. આ માટે, મેથીના દાણા પાણીમાં નાંખીને તેને આખી રાત પલાળી રાખો. તેને સવારે ખાલી પેટ પર લો.

આ પણ જુઓ : લાઈટ ચાલુ રાખીને ચાલુ રાખીને સૂવાથી થઈ શકે છે ગંભીર બિમારીઓ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન