જાણો 1weekમાં કેટલા ઇંડાનું સેવન કરવાથી ઓછુ થાય છે ડાયાબિટીસનું જોખમ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • જાણો 1weekમાં કેટલા ઇંડાનું સેવન કરવાથી ઓછુ થાય છે ડાયાબિટીસનું જોખમ

જાણો 1weekમાં કેટલા ઇંડાનું સેવન કરવાથી ઓછુ થાય છે ડાયાબિટીસનું જોખમ

 | 4:40 pm IST

બ્લડમાં ગ્લુકોઝનું સ્તર વધવાથી ડાયાબિટીસની બીમારી થાય છે. ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે ખાવા-પીવાની આદતો કંટ્રોલમાં કરવી ખૂબ જરૂરી છે. એક રિસર્ચ અનુસાર ઇંડામાં રહેલા ગુણ ડાયાબિટીસ (ટાઈપ 2)નું સંકટ ઓછુ કરવામાં મદદગાર સાબિત થાય છે. જે લોકો એક અઠવાડિયામાં 4 ઈંડાનુ સેવન કરે છે તેમને 37 ટકા ડાયાબીટિસનુ સંકટ ઓછુ થઇ જાય છે.

જો કે આ રિસર્ચમાં એ પણ જાણવા મળ્યુ છે કે, ઇંડાના સેવનથી ટાઇપ-2 ડાયાબિટીસનુ સંકટ અને લોહીમાં ગ્લુકોઝનું સ્તર ઓછુ થાય છે. આ દરમિયાન શારીરિક ગતિવિધિ, બોડી મોસ ઈન્ડેક્સ, ધૂમ્રપાન, ફળ અને શાકભાજીઓના સેવનથી પણ ફાયદો થાય છે. ઇંડામાં રહેલા પોષક તત્વ શુગરના ઉપયોગથી શરીરના પાચનમાં સુધારો કરે છે.

તમને જણાવી દઇએ કે, જો તમે ઇંડાનુ સેવન કરો પણ પીળો ભાગ ન ખાઓ. બાફેલા ઇંડામાંથી તમે સહેલાઈથી પીળો ભાગ જુદો કરી શકો છો. જો આમલેટ કે એગ કરી બનાવી રહ્યા છો તો તેમાં શાક નાખો અને પીળા ગોળા ફેંકી દો. આમલેટ અને ભુરજી અઠવાડિયામાં એક જ વાર લો. યાદ રાખો કે અઠવાડિયામાં 4થી વધુ ઇંડા ખાવાથી બીજો કોઈ ફાયદો થતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન