Eating only 1 garlic for throat and infection
  • Home
  • Featured
  • માત્ર 1 લસણ ચાવવાથી ગળાની ખરાશ થશે દૂર, જાણો અન્ય ઉપાય

માત્ર 1 લસણ ચાવવાથી ગળાની ખરાશ થશે દૂર, જાણો અન્ય ઉપાય

 | 11:50 am IST

ગળામાં ખરાશનો સંબંધ આપણા શ્વસન તંત્રમાં કોઇ ગડબડીના કારણે થાય છે. જ્યારે આપણા ગળાની અંદરની પરતમાં ઇન્ફેક્શન થઇ જાય છે તો ગળામાં સોજો, ખાંસી અને છોલાઇ જાય છે. જે શરદી-ઉધરસના કારણે પણ થાય છે. જેથી ગળામાં ખરાશ થવા પર ઠંડી વસ્તુઓથી દૂર રહેવું જોઇએ. તેલથી બનેલી વસ્તુઓથી દૂર રહેવું જોઇએ. ગળુ છોલાઇ જવા પર દવાઓ ખાવાની જગ્યાએ કેટલાક સહેલા અને ઘરેલું ઉપાય દ્વારા આપણે આ સમસ્યા દૂર કરી શકીએ છીએ.

લીંબુ પાણી પીઓ

ગળામાં ખરાશ દૂર કરવા માટે લીંબુ પાણી ખૂબ ફાયાદાકારક હોય છે. જેના માટે લીંબુ પાણીમાં એક ચમચી ખાંડ અને ચપટી મીઠું મિક્સ કરો. રોજ તેના સેવનથી તમે આ સમસ્યાથી રાહત મળી શકે છે.

લસણ ચાવવી

લસણ ખૂબ ગુણકારી હોય છે. કોઇ વ્યક્તિના સ્વાસ્થ્યને સારુ બનાવવા માટે લસણ મહત્વનો ભાગ ભજવી શકે છે. લસણમાં એલીસિન નામના ખાસ તત્વ રહેલા હોય છે. જે ઇન્ફેક્શન પેદા કરનાર જીવાણુંઓને મારી દેતા હોય છે.

ગરમ પાણીથી કોગળા

ગળાની ખરાશના કારણે કેટલીક વખત શ્વાસની નળની કોશિકાઓમાં સોજો આવી જાય છે. જે કારણથી ગળામાં દુખાવો થવા લાગે છે. ગળાના આ સોજોને ઓછો કરવામાં મીઠું ફાયદાકારક છે. જેથી તમને ક્યારેય ગળામાં સોજો કે દુખાવો થાય તો એક ગ્લાસ પાણીમાં મીઠું મિક્સ કરીને કોગળા કરો.

આદુનો ઉપયોગ

પેટની સમસ્યા હોય કે ગળાની. આદુ આ સમસ્યાઓને દૂર કરવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે. આદુમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. જે ગળાના સોજા તેમજ દુખાવાને દૂર કરે છે. જેથી આદુના સેવનથી આ સમસ્યાથી રાહત મેળવી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન