Eating Rice can cause vitamin C deficiency, know how?
  • Home
  • Featured
  • વધારે પ્રમાણમાં ભાત ખાવાથી થાય છે આ વિટામીનની ઉણપ, જાણો તેનાથી થતા નુકસાન

વધારે પ્રમાણમાં ભાત ખાવાથી થાય છે આ વિટામીનની ઉણપ, જાણો તેનાથી થતા નુકસાન

 | 8:14 am IST

સામાન્ય રીતે દરેક લોકોના ઘરમાં ભાત બનાવવામાં આવે છે. લોકો તેને ખાવાનું ખૂબ પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે રોજ તેના ખાવાથી સ્વાસ્થ્ય પર અનેક પ્રકારના નુકસાન થઇ શકે છે. 1 બાઉલ રાંધેલા ભાતની વાત કરીએ તો તેમા આશરે 136 કેલરી રહેલી છે. ડાયાબિટીક લોકો માટે તો આ ખૂબ ખતરનાક છે કારણકે તેનાથી શરીરમાં શુગર લેવલ ઝડપથી વધે છે. એવામાં ખાસ કરીને શુગરના દર્દીઓએ તેનું વધારે પ્રમાણમાં સેવન ન કરવું જોઇએ। જો છતાં પણ ભાત ખાવા માંગો છો તો વ્હાઇટની જગ્યાએ બ્રાઉન રાઇસનું સેવન કરી શકો છો. તો આવો જાણીએ વધારે પ્રમાણમાં સફેદ ચોખા ખાવતી શરીરને કયા પ્રકારનો ખતરો રહે છે.

વજન વધવું

તેમા ચરબી વધારે પ્રમાણમાં હોવાથી શરીરનું વજન વધવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. એવામાં પહેલેથી વધારે વજન હોય એવા લોકોએ તેનું સેવન કરવાથી બચવું જોઇએ પરંતુ સફેદની જગ્યાએ બ્રાઉન રાઇસનો ઉપયોગ કરો. કારણકે તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે.

ચોખાને વારંવાર ધોવાથી પોષ્ટિક તત્વ નષ્ટ થાય છે

ચોખાને રાંધતા પહેલા યોગ્ય રીતે ધોવા કે સાફ કરવા જોઇએ તે જરૂરી છે પરંતુ તેને વધારે સમય સુધી ધોવાથી તેમા રહેલા વિટામિનનું પ્રમાણ અને પોષ્ટિક તત્વ નષ્ટ થઇ જાય છે. ખાસ કરીને વિટામીન સીની ઉણપ થાય છે. તેનાથી રોગ પ્રતિકારક શક્તિ કમજોર થઇ જાય છે.

પાચન તંત્રની સમસ્યા

સફેદ ચોખામાં ફાઇબરનું પ્રમાણ ઓછા પ્રમાણમાં હોય છે. એવામાં રોજ વધારે પ્રમાણમાં ભાત ખાવાથી પાચનતંત્ર પર અસર થાય છે. તેનાથી વ્યક્તિની પાચન શક્તિ કમજોર થઇ પેટથી જોડાયેલી સમસ્યાનો ખતરો વધે છે.

વારંવાર ભૂખ લાગવી

સફેદ ચોખામાં ફાઇબર ઓછા પ્રમાણમાં હોવાથી તે જલદી પચી જાય છે. તેના કારણે વારંવાર ભૂખ લાગે છે. એવામાં ઓવર ઇટિંગની સમસ્યાનો સામનો કરવો પડે છે.

આ પણ જુઓ : ભૂલથી પણ પીરિયડ્સ દરમ્યાન ન કરો આ કામ, નહીંતર રોકાઇ જશે બ્લીડિંગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન