NIFTY 9,427.90 -1.55  |  SENSEX 30,464.92 +30.13  |  USD 64.6400 -0.20
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • આ 2 ફળ વધારે છે સેક્સ લાઈફ અને ઘટાડે છે ચરબી, અજમાવો તમે પણ

આ 2 ફળ વધારે છે સેક્સ લાઈફ અને ઘટાડે છે ચરબી, અજમાવો તમે પણ

 | 9:03 am IST

આપણે જાણીએ છીએ કે આહાર સ્વાસ્થ્ય અને મન એમ બંને પર પોતાની અસર પાડે છે. વૈજ્ઞાનિકોએ નવા સંશોધનમાં તારવ્યું છે કે, દ્રાક્ષ અને બેરીના સેવનથી ડાયેટ કરતા લોકોને વધારે સમસ્યા વિના શરીરને સુડોળ રાખવામાં મદદ મળી શકે છે તથા સેક્સ લાઇફ પણ વધારી શકાય છે.

આ ઉપરાંત હાઇ બ્લડપ્રેશરને પણ નિયંત્રિત કરવામાં દ્રાક્ષ મદદરૂપ નીવડે છે. વૈજ્ઞાનિકોએ સંશોધન દ્વારા જણાવ્યું છે કે, ફ્રૂટ આરોગવાથી ખાસ કરીને દ્રાક્ષ અને બેરીનું સેવન કરવાથી 35થી 48ની વયમર્યાદા ધરાવતા લોકોને ચરબી ઘટાડવા અને સેક્સ જીવનમાં વધારો કરવામાં મદદ મળે છે. આ સાથે વૈજ્ઞાનિકોએ તારવ્યું છે કે, એક દિવસમાં એક દ્રાક્ષના ઝુમખાંથી મધ્યમ વયમર્યાદા ધરાવતા લોકોને મદદ મળી શકે છે.

સામાન્ય રીતે કોઇ પણ ફ્રૂટને આરોગવાથી બ્લડપ્રેશરને નિયંત્રિત કરવા, ચરબી ઘટાડવા અને હૃદય તથા કેન્સરના ગંભીર ખતરાને ઘટાડવા માટે મદદ મળી શકે છે પણ વૈજ્ઞાનિકોએ પહેલીવાર ફ્રૂટના સેવનથી વજન ઘટાડવા અને સેક્સ લાઇફમાં સુધારો કરવાનું સંશોધન કર્યું છે. સમગ્ર અમેરિકામાંથી 1,24,000 લોકો કે જે 36થી 48 વચ્ચેની વયમર્યાદા ધરાવનારાઓ પર સંશોધન કર્યું હતું. જેમાં 36, 47 અને 48 એમ ત્રણ વિભાગના સમાન વયવાળા લોકોનો સમાવેશ કર્યો હતો જેમાં પુરુષો કરતાં મહિલાઓ પર તેની વધારે અસર જોવા મળી હતી અને તેમનું વજન પુરુષો કરતાં ડબલ ઓછું થયું હતું.

1