EC Again Imposes Ban on Azam Khan For Threatening Poll Authorities
  • Home
  • Election 2019
  • ફરી વિવાદમાં ફસાયા આઝમ ખાન, ECએ હવે લગાવ્યો 48 કલાકનો પ્રતિબંધ

ફરી વિવાદમાં ફસાયા આઝમ ખાન, ECએ હવે લગાવ્યો 48 કલાકનો પ્રતિબંધ

 | 11:07 pm IST

સમાજવાદી પાર્ટીના કદાવર નેતા અને રામપુરથી એસપી-બીએસપી ગઠબંધનના ઉમેદવાર આઝમ ખાન હાલ તેમના વિવાદિત નિવેદનોના કારણે ઘણા ચર્ચામાં છે. રામપુરથી ભાજપ ઉમેદવાર જયાપ્રદાની વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ ચૂંટણી પંચ દ્વારા 72 કલાકનો પ્રતિબંધ વેઠી ચૂકેલા આઝમ ખાન પર ચૂંટણી પંચે ચૂંટણી અધિકારીઓને ધમકાવવા, સાંપ્રદાયિક ટિપ્પણીઓ કરવા માટે 48 કલાકનો ફરી નવો પ્રતિબંધ લગાવ્યો છે.

આઝમ ખાન પર આ બેન બુધવાર સવારે 6 વાગ્યાથી 48 કલાક માટે અમલમાં રહેશે. આ દરમિયાન તેઓ કોઈ પણ જનસભા, રોડશો, રેલી અથવા ભાષણ નહીં આપી શકે. ઉપરાંત તેઓ કોઈ ઈન્ટરવ્યૂ અથવા રાજકીય નિવેદન પણ નહીં આપી શકે. ઉલ્લેખનીય છે કે પંચે આ મહિને આઝમ ખાન પર બીજી વાર આ પ્રકારનો પ્રતિબંધ લગાવ્યો છે. આઝમ ખાને ગત સપ્તાહે રામપુરમાં આયોજિત આંબેડકર જયંતી સમારોહમાં કહ્યું હતું કે,‘અહીં જિલ્લા પ્રશાસને લોકોને વોટ ન આપવાની ચમકી આપી છે.’ આ સાથે તેમના પર ચૂંટણી અધિકારીઓને ધમકાવવા અને સાંપ્રદાયિક ટિપ્પણીઓ કરવાનો આરોપ લાગ્યો. તેમના આ નિવેદન પર કાર્યવાહી કરતા ચૂંટણી પંચે આચાર સંહિતાના ઉલ્લંઘન માન્યું છે.

જયા પ્રદા વિશે કરી હતી વિવાદાસ્પદ ટિપ્પણી:

નોંધનીય છે કે આઝમ ખાનને સપા-બસપા-એલઆરડી મહાગઠબંધને યુપીનાં રામપુરથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે જયાપ્રદા અને આઝમ ખાન વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ભાજપ ઉમેદવાર જયા પ્રદા પર પહેલા આઝમ ખાને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ત્યાર બાદ મહિલા પંચની ફરિયાદ પર ચૂંટણી પંચે આઝમ ખાનનાં ચૂંટણી પ્રચાર પર 72 કલાકનો પ્રતિબંધ લગાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન