EC Bars BJP Leader Maneka Gandhi and SP Leader Azam Khan from Election Campaigning
  • Home
  • Election 2019
  • મેનકા ગાંધી અને આઝમ ખાન સામે ECની લાલ આંખ, ચૂંટણી પ્રચાર પર લગાવ્યો પ્રતિબંધ

મેનકા ગાંધી અને આઝમ ખાન સામે ECની લાલ આંખ, ચૂંટણી પ્રચાર પર લગાવ્યો પ્રતિબંધ

 | 10:42 pm IST

ચૂંટણી પંચે સમાજવાદી પાર્ટી(સપા)ના નેતા આઝમ ખાન અને કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી સામે કડક પગલા લેતા તેમના ચૂંટણી પ્રચાર પર રોક લગાવી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન અયોગ્ય નિવેદન આપવા સામે કાર્યવાહી કરતા ચૂંટણી પંચે આ નિર્ણય લીધો છે.

મીડિયા રિપોર્ટ મુજબ ચૂંટણી પંચે આઝમ ખાનના ચૂંટણી પ્રચાર પર 72 કલાકનો પ્રતિબંધ લગાવ્યો છે. જ્યારે મેનકા ગાંધી પર 48 કલાકનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ મંગળવાર સવારે 10 વાગ્યાથી અમલમાં રહેશે. પ્રતિબંધ દરમિયાન આ બન્ને નેતા ન તો કોઈ ચૂંટણી રેલી કરી શકે અને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ચૂંટણી પ્રચાર નહીં કરી શકે.

ચૂંટણી પંચે પ્રચાર દરમિયાન અયોગ્ય અને અભદ્ર ટિપ્પણી કરવા બદલ અને લોકોને ધમકાવીને વોટ અપીલ કરવાના મામલે કડક પગલા લેતા આ પ્રતિબંધ લગાવ્યા છે. આ પહેલા ચૂંટણી પંચે બસપા સુપ્રીમો માયાવતી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર પણ ચૂંટણી પ્રચાર સંબંધી પ્રતિબંધ લાદ્યો છે. આ બન્ને નેતાઓ પર ચૂંટણી પ્રચાર દરમિયાન આચાર સંહિતાનો ઉલ્લંઘન કરવાનો આરોપ છે. ચૂંટણી પંચે માયાવતી અને યોગી આદિત્યનાથ પર અસ્થાયી રૂપે રોક લગાવી છે.

સૂત્રો મુજબ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરેલ માહિતી પ્રમાણે મેનકા ગાંધી પર ચૂંટણી પ્રચાર સંબંધી લાગેલ પ્રતિબંધ મંગળવાર સવારે 10 વાગેથી શરૂ થશે. મેનકા ગાંધી સુલ્તાનપુર લોકસભા બેઠકથી બીજેપીના ઉમેદવાર છે. જ્યારે બીજી તરફ સપાના નેતા અને રામપુરથી સપા-બસપા અને રાલોદ ગઠબંધનથી સંયુક્ત ઉમેદવાર આઝમ ખાન પર પ્રતિબંધ પણ મંગળવાર સવારે 10 વાગ્યાથી શરૂ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન