EC Raid at UP cabinet Minister Swami Prasad Mauryas
  • Home
  • Election 2019
  • UPના કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યનાં ઘરે ચૂંટણી પંચના દરોડા

UPના કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યનાં ઘરે ચૂંટણી પંચના દરોડા

 | 11:38 pm IST

ઉત્તર પ્રદેશ સરકારના કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યના બદાયૂં ખાતે આવેલ ઘરે મંગળવારે ચૂંટણી પંચની ટીમે દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી સમાજવાદી પાર્ટી(એસપી)ના ઉમેદવારની ફરિયાદ પર કરવામાં આવી છે. એમ મીડિયા સૂત્રોએ જણાવ્યુ છે.

સ્થાનિક મજિસ્ટ્રેટ કમલેશ કુમાર અવસ્થી પોલીસ ટીમ સાથે આવાસ વિકાસ કોલોની સ્થિત મૌર્યના ઘરે ગયા અને સંપૂર્ણ ઘરમાં તપાસ કરી. રિપોર્ટ મુજબ જીલ્લા ચૂંટણી અધિકારી અને ડીએમ દિનેશ કુમાર સિંહને સૂચના મળી હતી કે જીલ્લાના ઇન્ચાર્જ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય આ સમય બદાયૂં ખાતે તેમના અસ્થાયી નિવાસે છે. એસપી ઉમેદવાર ધર્મેન્દ્ર યાદવ ચૂંટણી કમિશનને ફરિયાદ કરી હતી કે મૌર્ય બદાયૂંમાં રહી ચૂંટણીને પ્રભાવિત કરવાની કોશિશ કરી રહ્યા છે અને તેમના ઘરે બહારના લોકો એકત્ર છે. આ ફરિયાદના આધારે ચંટણી પંચની ટીમે તેમના નિવાસ સ્થાને દરોડા પાડ્યા.

મીડિયા રિપોર્ટ મુજબ ધર્મેન્દ્ર યાદવે જણાવ્યું કે જ્યારે પોલીસ તેમના ઘરે પહોંચી ત્યારે સ્વામી પ્રસાદ મૌર્ય ત્યાં હાજર નહોતા. ઉપરાંત કોઈ અન્ય વ્યક્તિ પણ ત્યાં નહોતા. જોકે હાલ પોલીસની એક ટીમને ત્યાં તૈનાત કરવામાં આવી છે. જ્યારે અવસ્થીએ જણાવ્યું કે આ કાર્યવાહી જીલ્લા અધિકારી દિનેશ કુમાર સિંહના આદેશ પર કરવામાં આવી હતી. મૌર્ય અહીં ભાડાના મકાનમાં રહે છે અને કાર્યવાહી દરમિયાન ત્યાં મકાન માલિકના પરિવાર સિવાય અન્ય કોઇ વ્યક્તિ હાજર નહોતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન