ECB Director say about Extra Run Claim in World Cup 2019
  • Home
  • Sports
  • Cricket
  • WC: Extra રનના વિવાદ પર ઇંગ્લિશ બોર્ડના ડાયરેક્ટરે આપ્યું મોટું નિવેદન, કહ્યું- હવે ઇંગ્લેન્ડ…

WC: Extra રનના વિવાદ પર ઇંગ્લિશ બોર્ડના ડાયરેક્ટરે આપ્યું મોટું નિવેદન, કહ્યું- હવે ઇંગ્લેન્ડ…

 | 10:58 am IST

યજમાન ઈંગ્લેન્ડે આઈસીસી વર્લ્ડ કપ 2019નો ખિતાબ પોતાના નામે કર્યો છે. પરંતુ હવે આ સિદ્ધિ પર ઓવરથ્રોથી મળેલા એક્સ્ટ્રા રન(Extra Run)નો દાગ લાગતો દેખાઈ રહ્યો છે. આઈસીસીના બેસ્ટ અંપાયરોમાંથી એક સાઇમન ટોફેલથી લઈ પૂર્વ ક્રિકેટર અને વર્તમાન ક્રિકેટરોએ આ વિશે સવાલ ઉભા કર્યા છે.

પરંતુ હવે યજમાન ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ(ઇસીબી)ના ડાયરેક્ટર એશ્લે જાઇલ્સે નિવેદન આપ્યું છે અને આ વિવાદને કાલ્પનિક બતાવ્યો છે. આપને જણાવી દઈએ કે વર્લ્ડ કપ ફાઇનલમાં ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને બાઉન્ડ્રી કાઉંટના આધારે હરાવ્યું હતું. બન્ને ટીમ વચ્ચે 50 ઓવર અને સુપર ઓવરની મેચ ટાઈ રહી હતી. ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડને 242 રનનો લક્ષ્ય આપ્યો હતો. લક્ષ્યનો પીછો કરતા જ્યારે અંતિમ ઓવરમાં ઇંગ્લેન્ડનો બેન સ્ટોક્સ શોટ મારી બીજા રને ક્રીઝ પર પહોંચવા માટે દોડી રહ્યો હતો ત્યારે ન્યૂઝીલેન્ડના ફિલ્ડર મારફતે થ્રો કરવામાં આવ્યો. બોલ સ્ટોક્સના બેટની ટકરાઈ બાઉન્ડ્રીને પાર ગયો.

આ રીતે ઈંગ્લેન્ડના ખાતામાં 6 રન ગયા અને મેચ ટાઈ થઈ. જોકે હવે આ વધુના રન વિશે વિવાદ સર્જાયો છે. અંપાયર સાઇમન ટોફેલનું કહેવું છે કે જ્યારે બોલ સ્ટોક્સના બેટથી ટકરાયો ત્યારે બીજો રન પૂરો નહોતો થયો. તેથી ઇંગ્લેન્ડના ખાતામાં 5 રન આવવા જોઈએ. જ્યારે જાઇલ્સે આ વાતને ફગાવી છે. મીડિયા રિપોર્ટ મુજબ તેને કહ્યું કે,‘આ બધી કાલ્પનિક વાતો છે. અમે વિજેતા છીએ. અમને ટ્રોફી મળી છે અને અમે આ ખિતાબ પોતાની પાસે રાખવા માંગીએ છીએ.’ ઉલ્લેખનીય છે કે ફાઇનલ ટાઈ રહેતા ઇંગ્લેન્ડ ટીમને વધુ બાઉન્ડ્રીના આધારે વિજેતા જાહેર કરવામાં આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન