ECB's coffers sink to Rs 950 crore due to Covid-19
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ECBની તિજોરી તળિયા ઝાટક, કોવિડ-19ના કારણે 950 કરોડની જંગી ખોટ

ECBની તિજોરી તળિયા ઝાટક, કોવિડ-19ના કારણે 950 કરોડની જંગી ખોટ

 | 7:20 am IST
  • Share

કોરોના વાઇરસની મહામારીના કારણે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા બાદ હવે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડની તિજોરી પણ તળિયા ઝાટક થઈ ગઈ છે. બોર્ડે પોતાના ૨૦ ટકા કર્મચારીઓ એટલે કે ૬૨ કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય કર્યો છે. સીઈઓ ટોમ હેરિસને જણાવ્યું હતું કે કોરોનાના કારણે ક્રિકેટને અત્યાર સુધી ૧૦૦ મિલિયન પાઉન્ડનું (લગભગ ૯૫૦ કરોડ રૂપિયા) નુકસાન થઈ ચૂક્યું છે. જો આ મહામારી ૨૦૨૧ના ઉનાળુ સિઝન સુધી ચાલી તો ઇસીબીને ૨૦૦ મિલિયન પાઉન્ડ (લગભગ ૧,૯૦૦ કરોડ રૂપિયા) સુધીનું વધારાનું નુકસાન થઈ શકે છે.

ખોટા ખર્ચ ઉપર કાપકૂપ કરવાની જરૂર 

હેરિસને જણાવ્યું હતું કે તાજેતરમાં જ અમે ઇસીબીના સ્ટ્રક્ચર તથા બજેટની સમીક્ષા કરી હતી અને આ દરમિયાન અમારે કેટલાક બિનજરૂરી ખર્ચમાં કાપ મૂકવાની જરૂર છે તેવું અનુભવ્યું હતું. અમારી સાથે સંકળાયેલા અધિકારીઓએ પણ આ બાબતને સમર્થન આપ્યું છે. બચત કરવા બોર્ડમાં જે ફેરફાર થશે તેમાં પ્રત્યેક વિભાગ પ્રભાવિત થશે. આ પ્રસ્તાવમાં ૨૦ ટકા કર્મચારીઓને પણ નોકરીમાંથી છૂટા કરવાનો નિર્ણય લેવાયો છે. આ દરિમયાન કેટલીક નાની સંખ્યામાં લોકોની ભરતી પણ થઈ શકે છે.

બિનજરૂરી કર્મચારીઓને પીસીબીએ છૂટા કર્યા । પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કેટલાક મહિના પહેલાં પોતાના પાંચ કર્મચારીઓને છૂટા કર્યા હતા. હવે બિનજરૂરી તથા સારું કામ નહીં કરનાર કર્મચારીઓને પણ છૂટા કરવાની તૈયારીઓ થઈ ચૂકી છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે પણ મે મહિનામાં તેના કેટલાક કર્મચારીઓને નોકરીમાંથી કાઢયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન