eclipse 2020 solar date eclipse and lunar eclipse in june
  • Home
  • Astrology
  • થઈ જજો સાવધાન આવતા મહિને એક નહી બે ગ્રહણ, જાણો કેવો રહેશે પ્રભાવ ક્યારે લાગશે સૂતક

થઈ જજો સાવધાન આવતા મહિને એક નહી બે ગ્રહણ, જાણો કેવો રહેશે પ્રભાવ ક્યારે લાગશે સૂતક

 | 12:33 pm IST

આવતા મહિને એટલે કે જૂન મહિનામાં બે ગ્રહણ થવાના છે. જેમાં એક ચંદ્ર ગ્રહણ અને બીજુ સૂર્ય ગ્રહણ છે. આવતી 5-6 તારીખે ચંદ્ર ગ્રહણ થશે. જ્યારે 21 જુનના સૂર્ય ગ્રહણ થશે. આઓ જાણી લઈએ જૂનમાં થનારા આ ગ્રહણનો સમય કાળ અને ક્યારે લાગશે સૂતક.

આ મહિને ચંદ્ર ગ્રહણ 5 જૂને થશે. આ આ વર્ષનું બીજુ ચંદ્ર ગ્રહણ છે. ચંદ્ર ગ્રહણનો સમય રાત્રીના 11 કલાક 15 મિનિટથી શરૂ થઈને 6 જૂનના રાત્રીના 2 કલાક 34 મિનિટ સુધી રહેશે. આ ચંદ્ર ગ્રહણ ભારતમાં દેખાશે.

ચંદ્ર ગ્રહણનો સૂતક કાળ
ગ્રહણમાં થનાર સૂતક એક અશુભ સમયાવધિ છે. આ સૂતક કાળ ચંદ્ર ગ્રહણ લાગતા પહેલા ત્રણ પ્રહર શરૂ થાય છે એક પ્રહર એટલે ત્રણ કલાક. જે ગ્રહણ શરૂ થતાની સાથે જ સમાપ્ત થશે.

સૂર્ય ગ્રહણ
જૂન માસમાં સૂર્ય ગ્રહણ 21 જૂને થશે. આ 2020નું પહેલુ સૂર્ય ગ્રહણ થશે જે વલયાકાર હશે. આ સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાશે. 21 જૂને સૂર્ય ગ્રહણ સવારે 9 કલાક 15 મિનિટે થશે જે બપોરના 2 કલાક 2 મિનિટ સુધી રહેશે.

ગ્રહણનો સૂતક કાળ
તમે એ જાણતા જ હશો કે ગ્રહણના સમયે કોઈ પણ શુભ કાર્ય થતા નથી. કેમકે આ સમયે ગ્રહણનો સૂતકકાળ હોય છે. સૂતક ગ્રહણ પહેલા 12 કલાકે લાગુ પડી જાય છે. અને ગ્રહણ સમાપ્ત થાય ત્યારે સમાપ્ત થાય છે.

ગ્રહણ દરમિયાન રાખો આ સાવધાની
ગર્ભવતી મહિલાઓએ ગ્રહણ દરમિયાન બહાર ન નીકળવુ જોઈએ.
ગ્રહણ દરમિયાન ભોજન કે પાણીનું સેવન ન કરવુ
આ સમયે પૂજા કે સ્નાન પણ ન કરવુ
ગ્રહણ દરમિયાન મહામૃત્યુંજય મંત્રનો જાપ કરતા રહેવુ.

આ વીડિયો જુઓ: હનુમાનજીની પવિત્ર આરતીના દર્શન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન