ખાલી ATM પર સરકારનો ખુલાસો- નોટોનો છે પર્યાપ્ત ભંડાર, તો પણ ભરશે પગલા...! - Sandesh
  • Home
  • Business
  • ખાલી ATM પર સરકારનો ખુલાસો- નોટોનો છે પર્યાપ્ત ભંડાર, તો પણ ભરશે પગલા…!

ખાલી ATM પર સરકારનો ખુલાસો- નોટોનો છે પર્યાપ્ત ભંડાર, તો પણ ભરશે પગલા…!

 | 4:15 pm IST

દેશના જુદા જુદા ભાગોમાંથી રોકડના અભાવના સતત અહેવાલોને લીધે હરકતમાં આવી સરકારની તરફથી આર્થિક મામલોમાં સચિવે આજે જણાવ્યું કે પાછલા 15 દિવસોમાં સામાન્યથી ત્રણ ગણું વધારે નોટોનો ઉપાડ વધી ગયો છે. તેમણે જણાવ્યું કે જ્યાં પ્રતિ મહીને 20 હજાર કરોડ રોકડની અછત હોય છે, જ્યારે આ મહિનાના 12-13 દિવસોમાં 45 હજાર કરોડ નોટ નીકળવામાં આવી ચુક્યા છે.

એક પ્રેસ કોન્ફરેન્સમાં તેમણે ભરોસો અપાવ્યો છે કે દેશમાં નોટોની કોઈ કમી નથી. સરકાર પાસે 2 લાખ કરોડ રૂપિયાનો ભંડાર છે અને પાછળના 10-15 દિવસોથી 500 રૂપિયાની નોટોની છપાઈ પણ વધારી દેવામાં આવી છે. નાણા મંત્રી અરુણ જેટલી અને નાણા રાજ્ય મંત્રી શિવ પ્રતાપ શુક્લએ પણ નોટોની કમીને 3 દિવસોમાં દુર કરવાનો ભરોસો જતાવ્યો છે.

અમુક રાજ્યોમાં ATM ખાલી હોવાની વાત પર ગર્ગે જણાવ્યું કે દેશભરમાં દર મહીને 20 હજાર કરોડ રૂપિયાની નોટોની સામાન્ય માંગ રહે છે, પરંતુ પાછલા દિવસોમાં અમુક જગ્યાએ નોટોની માંગ વધી ગઈ છે. તેમણે જણાવ્યું કે, ‘આ મહીને 12-13 દિવસોમાં 45 હજાર કરોડની રોકડની ખપત થઇ ચુકી છે.

નોટોની વધારે પડતી માંગના કારણો પર વાત કરતા ગર્ગે જણાવ્યું કે, લોકો અફવાના કારણે જલ્દબાઝીમાં રૂપિયા નીકળવા લાગ્યા છે આવતા દિવસોમાં નોટોની અછત થઇ જશે. ગર્ગે જણાવ્યું કે, ‘અમે લોકોને ભરોસો આપીએ છીએ કે નોટોની અછત નહજી થવા દઈએ. નોટબંધી વખતે 17.50 લાખ કરોડ રૂપિયાની નોટ સર્લ્યુંલેશનમાં હતી, પરંતુ હાલમાં 18 લાખ કરોડની નોટ છે, એટલે કે જરૂરતથી વધારે છે.

પાંચ ગણી હવા લાગી નોટોની છપાઈ…
ગર્ગે જણાવ્યું કે 10-15 દિવસો પહેલા સુધી દર દિવસે 500 રૂપિયાના 500 કરોડ રૂપિયાના મૂલ્યના નોટ પ્રિન્ટ કરી રહ્યા છે. પરંતુ અમે પ્રિન્ટીંગ વધારી દીધી છે અને હવે 500 રૂપિયાના રોજે 2.5 હજાર કરોડ રૂપિયાના મૂલ્યના નોટ છપાઈ રહ્યા છે. એટલે કે મહિનામાં 70થી 75 હજાર કરોડ રૂપિયાના મૂલ્યમુ ફક્ત 500 રૂપિયાની નોટ જ છાપવામાં આવશે. આ સિવાય 200 રૂપિયાની નોટોની છપાઈની રફતાર પણ સારી છે. અને 100 રૂપિયા, 50 રૂપિયા, 20 રૂપિયાની નોટ અમારી પાસે સ્ટોકમાં છે અને થોડી-થોડી છપાઈ પણ થઇ રહી છે. એટલે નોટોની માંગ ગમેતેટલી વધારે હોય, નોટોની કમી નહિ થવા દેવામાં આવે. એક સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે હવે 2000 રૂપિયાની નોટ નથી છપાઈ રહી.

સ્થાનીય પ્રબંધનની સમસ્યા: ગર્ગ
ગર્ગે અમુક જગ્યામાં નોટોની અછતને કમોબેશ સ્થાનીય પ્રબંધનથી ઉપજેલી સમસ્યા જાહેર કરી છે. તેમણે કહ્યું કે, ‘દેશમાં 4 હજાર રોકડ ચેસ્ટ છે. ત્યાં જ રૂપિયા આવે છે અને ત્યાં જ રૂપિયાને રખાય છે. એટલે દરેક ચેસ્ટની મોનીટરીંગ થઇ રહી છે. જે ચેસ્ટમાં કેશની કમી થઇ રહી છે, ત્યાં પર્યાપ્ત કેશ પહોચાડવામાં આવશે.

શા માટે ઓછી થઇ રહી છે 2000 રૂપિયાની નોટ ?
ગર્ગે જણાવ્યું હતું કે, સરકારને પણ ધ્યાને આવ્યું છે કે, 2000ની નોટોની સંખ્યા ઘટી છે, પરંતુ તેની તપાસ નથી કરાવાઈ. 2000ની નોટ રાખવી સરળ હોવાથી લોકો બચતની રકમ 2000ની નોટોમાં જમા કરી રહ્યા છે તેમ પણ તેમણે જણાવ્યું હતું. લોકોએ 2000ની નોટોનો સ્ટોક કરી લેતા તેનું પ્રમાણ ઘટ્યું હોવાનું સરકાર માની રહી છે.