Economic Offenses Loses rs 17900 crore CBI investigation
  • Home
  • Business
  • આ સુપર 51એ મોદી સરકારને રાતા પાણીએ રડાવી, 17 હજાર કરોડ કર્યા ચાઉં

આ સુપર 51એ મોદી સરકારને રાતા પાણીએ રડાવી, 17 હજાર કરોડ કર્યા ચાઉં

 | 10:27 pm IST

કૌભાંડ કરી દેશ છોડીને ભાગી જનારાઓ અંગે મંગળવારે કેન્દ્ર સરકારે મોટી માહિતી આપી છે. આર્થિક અપરાધ કરી દેશ છોડી ભાગી જનાર 51 લોકોએ કુલ 17,900 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી અનુરાગસિંહ ઠાકુરે રાજ્યસભામાં ‘ભાગેડુ આર્થિક અપરાધીઓ’ અંગેના એક પ્રશ્નનો લેખિત જવાબ આપતા આ માહિતી આપી.

મંત્રીએ કહ્યું કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન(સીબીઆઈ) એ અહેવાલ આપ્યો છે કે 66 કેસોમાં 51 ફરાર અને ઘોષિત ગુનેગારો અન્ય દેશોમાં ભાગી ગયા છે. ઉપરાંત તેમણે કહ્યું,’સીબીઆઇએ અહેવાલ આપ્યો છે કે આ કેસોમાં આરોપી શખ્સો દ્વારા કુલ 17,947.11 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.’ તેમને પૂછવામાં આવ્યું હતું કે આ મામલે કેટલી છૂટ અને ઋણ માફ કરવામાં આવ્યા હતા. તેમને કહ્યું કે ઇડી અને સીબીઆઈએ સક્ષમ કોર્ટમાં આ મામલે અરજી દાખલ કરી અને તપાસ અથવા અન્ય કાર્યવાહી ચાલું છે.

51 પ્રત્યાર્પણ વિનંતીઓ પર કામ ચાલુ:

ઠાકુરે કહ્યું કે સીબીઆઈ જાહેર અપરાધીઓ અને ફરાર લોકોના સંબંધમાં 51 પ્રત્યાર્પણ અરજીઓ પર કામ કરી રહી છે. જે વિવિધ તબક્કાઓમાં પેન્ડિંગ છે. ઉપરાંત અન્ય કેન્દ્રીય એજન્સીઓ અંગે વાત કરતા તેમણે કહ્યું કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ અને કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટ(સીબીઆઇસી) એ આશરે છ ભાગેડુ આર્થિક અપરાધીઓની જાણ કરી છે કે જેમણે દેશ ગેરકાયદેસર રીતે છોડી દીધો છે.

ED એ પણ પ્રત્યાર્પણ અરજી કરી:

મંત્રીએ કહ્યું કે,‘ઇડીએ ભાગેડુ આર્થિક ગુનેગાર અધિનિયમ, 2018 હેઠળ સક્ષમ કોર્ટમાં 10 વ્યક્તિઓ વિરુદ્ધ અરજી દાખલ કરી છે.’ મંત્રીએ કહ્યું કે,‘8 લોકોના સંબંધમાં ઇડીએ દ્વારા મોકલવામાં આવેલ પ્રત્યાર્પણ વિનંતિના સંબંધમાં ઇન્ટરપોલ દ્વારા રેડ-કોર્નર નોટિસ પણ ફટકારવામાં આવી છે.’

આ વીડિયો પણ જુઓ: પાટણના MLA કિરીટ પટેલનો CMને પત્ર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન