સ્માર્ટફોનથી પણ નાનું છે આ કંપનીનું કોમ્યુટર, જાણો કિંમત અને ખાસિયતો - Sandesh
NIFTY 10,410.90 -15.95  |  SENSEX 33,835.74 +-21.04  |  USD 64.8400 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • સ્માર્ટફોનથી પણ નાનું છે આ કંપનીનું કોમ્યુટર, જાણો કિંમત અને ખાસિયતો

સ્માર્ટફોનથી પણ નાનું છે આ કંપનીનું કોમ્યુટર, જાણો કિંમત અને ખાસિયતો

 | 4:44 pm IST

એલાઈટ ગ્રુપ કોમ્પ્યૂટર સિસ્ટમ્સ (ECS)એ મંગળવારે દુનિયાનું સૌથી નાનું વિન્ડોઝ આધારિત પોકેટ કોમ્યુટર લૉન્ચ કર્યું છે. કંપનીએ દાવો કર્યો છે કે આ દુનિયાનું સૈથી નાનું પોકેટ સાઈઝ વિન્ડોઝ આધારિત કોમ્યુટર છે. તેમાં પીસી ફંક્શન્સની સાથે કોઈ બાંધછોડ કરવામાં આવી નથી.

Liva Q પ્રોડક્ટ્સની નવી સીરીઝ 4K કન્ટેન્ટ પ્લેબેકને સપોર્ટ કરે છે. લીવા ક્યૂમાં ડ્યૂલ નેટવર્ક ઑપ્શન, સ્ટાન્ડર્ડ RJ 45 લેન કનેક્ટર, 802.11 એસી+, બ્લૂટૂથ 4.1 વાયરલેસ કનેક્શનની સૈથે કનેક્ટિવિટી જેવા ફિચર્સ છે. દુનિયાનું સૌથી નાનું આ પીસી માત્ર 31.4 mm સાઈઝ અને 260 ગ્રામ વજન ધરાવે છે. 0.15 એલનું મિની પીસી વીઝા માઉન્ટની સાથે આવે છે.

નવું ‘Liva Q’ નામના આ પૉકેટ સાઈઝના મિની પીસીમાં આધુનિક ઈન્ટેલ એપોલો લેક એસઓસી પ્રોસેસર, 4 જીબી રેમ, 32 GB EMMC સ્ટોરેજ આપવામાં આવ્યું છે. સ્ટોરેજની વાત કરીએ તો તેમાં 128 GB સુધીનું મેમરી કાર્ડ સપોર્ટ થઈ શકે છે. આ પીસીને મોનિટરના રિમોટથી ઑન-ઑફ કરી શકાય છે.

Liva Qની કિંમત 4G/32 GB, 10 હોમ સાથે 15,500 રૂપિયા છે જ્યારે લીવા ક્યૂ 4G/32GB OS વિનાના પીસીની કિંમત 13,500 રૂપિયા છે.