ED attaches 56 Crore of Property of Sai Infotech in Money Laundering Case
  • Home
  • Business
  • EDએ અમદાવાદની આ કંપનીની 56 કરોડની સંપત્તિ જપ્ત કરી, આ છે કારણ…

EDએ અમદાવાદની આ કંપનીની 56 કરોડની સંપત્તિ જપ્ત કરી, આ છે કારણ…

 | 3:19 pm IST

પ્રવર્તન નિર્દેશાલયે બેંક ફ્રોડ અને મની લોન્ડ્રિંગ મામલે અમદાવાદની એક કંપનીની 56 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. PMLA હેઠળ પ્રવર્તન નિર્દેશાલયે સાઈ ઈન્ફોસિસ્ટમની  37 સંપત્તિઓને અટેચ કરી છે. એજન્સીએ કંપનીના નામ પર પ્લોટ, ફાર્મ હાઉસ, કોમર્શિયલ અને રેસિડેન્ટલ પ્રોપર્ટીને અટેચ કરી છે. આ સંપત્તિઓની કુલ કિંમત 56.21 કરોડ રૂપિયા છે.

તપાસ એજન્સીનું કહેવું છે કે, સાઈ ઈન્ફોસિસ્ટમ અને તેનાં ચીફ મેનેજિંગ ડિરેક્ટર સુરેન્દ્ર કુમારે ખોટા દસ્તાવેજોના આધારે SBIના નેતૃત્વવાળી કંસોર્ટિયમ પાસેથી લોન લીધી હતી. બાદમાં આ રકમનો ખોટો ઉપયોગ કરીને સંપત્તિઓ ખરીદી હતી. આ પૈસાથી ગ્રૃપ દ્વારા અન્ય કંપનીઓ, CMD સુરેન્દ્ર કુમાર અને તેનાં સંબંધીઓનાં નામ પર સંપત્તિઓ ખરીદવામાં આવી હતી.

કંપનીએ પોતાના કામ માટે લોન લીધી હતી, પણ તેનો ઉપયોગ બીજા કામોમાં કર્યો, જેને કારણે લોન ધીમે-ધીમે NPA થઈ ગઈ અને બેંકોનાં કંસોર્ટિયમને લગભગ 867 કરોડ રૂપિયાનું નુકસાન થયું. ઈડી પ્રમાણે, CMD સુરેન્દ્ર કુમારે ફંડ ડાયવર્ઝન માટે અનેક શેલ કંપનીઓ બનાવી અને તેની મદદથી લોનના ફંડનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો.

ઈડીએ આ સમગ્ર મામલે કંપનીનાં બે ડિરેક્ટર સુરેન્દ્ર કુમાર અને રાજીવ ગુપ્તાની ધરપકડ કરી છે. જણાવી દઈએ કે, 2015માં સૌથી પહેલાં CBIએ બેંક લોન ફ્રોડનો કેસ કર્યો હતો, જેના આધારે 2018માં ઈડીએ બંને ડિરેક્ટર સામે મની લોન્ડ્રિંગનો કેસ કર્યો હતો.

આ વીડિયો પણ જુઓઃ

અયોધ્યા ચૂકાદાની 45 મિનિટ જાણો 3 મિનિટમાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન