ed finds 4 accounts of sushant money was transferred to rhea chakraborty
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • EDએ સુશાંતના 4 બેંક એકાઉન્ટ વિશે કર્યો ઘટસ્ફોટ, રિયાએ આ બે ખાતામાંથી કરોડોનું સેટિંગ પાડ્યું!

EDએ સુશાંતના 4 બેંક એકાઉન્ટ વિશે કર્યો ઘટસ્ફોટ, રિયાએ આ બે ખાતામાંથી કરોડોનું સેટિંગ પાડ્યું!

 | 7:12 pm IST

સુશાંત કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એક નવો જ ખુલાસો કર્યો છે. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ તેના પિતા દ્વારા બિહાર પોલીસમાં કરેલી ફરિયાદને પગલે ઈડીએ રિયા પર મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો. અભિનેત્રી રિયા ચક્રવર્તીને આ જ મામલે શુક્રવારે પૂછપરછ માટે સમન પણ પાઠવવામાં આવ્યું છે. આ પહેલા સુશાંત સિંહ રાજપૂત અને રિયા ચક્રવર્તીના બેંક ખાતા વિશે મહત્વપૂર્ણ માહિતી બહાર આવી છે. ઈડીને ખબર પડી ગઈ છે કે સુશાંત સિંહના ચાર ખાતા હતાં અને એમાંથી સૌથી મહત્વું ખાતું કોટક બેંકમાં હતું. બીજું એક ખાતું એચડીએફસી બેંકમાં હતું. આ સિવાય એક ખાતું સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકમાં પણ હતું.

સુશાંત પાસે બે ગાડી હતી. એમાંથી એક માટે તેણે બેંકમાંથી લોન લીધી હતી. ઇડીને મળેલી માહિતી અનુસાર રૂપિયા કોટક અને એચડીએફસી બેંકના ખાતામાંથી રિયા ચક્રવર્તીના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ઇડીને એવી પણ જાણ થઈ છે કે, સુશાંત સિંહનું મુંબઈની હદમાં પીઓનીમાં એક નાનું ફાર્મ હાઉસ પણ છે. આ સિવાય તેમનો ગોરેગાંવમાં એક એપાર્ટમેન્ટ પણ છે. સૂત્રોએ જણાવ્યું છે કે રિયા અને તેના પરિવાર પાસે બે પ્રોપર્ટી છે. આ બંને સંપત્તિ હાલમાં જ ખરીદી કરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રિયાને આ સંપત્તિના દસ્તાવેજો જમા કરાવવાં પણ કહ્યું છે.

ઈડીએ રિયા ચક્રવર્તીને પૂછપરછ માટે 7 ઓગસ્ટે તપાસ અધિકારી સમક્ષ હાજર રહેવા કહ્યું છે. ચક્રવર્તીને સુશાંત સાથે તેની મિત્રતા, સંભવિત વ્યવસાયિક વ્યવહારો અને તેમની વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા વ્યવહારો વિશે પૂછપરછ કરવામાં આવશે. તેમનું નિવેદન પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ નોંધવામાં આવશે. સુશાંત રાજપૂતના પિતા કે.કે.સિંહે રિયા ચક્રવર્તી અને તેના પરિવાર પર નાંખેલા આરોપો અનુસાર આ બધી તપાસ અને પૂછપરછ કરવામાં આવે છે.

આ વીડિયો પણ જુઓ: આનંદીબેન પટેલે સંદેશ ન્યુઝ સાથે ખાસ વાત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન