ED issues look-out notice against Chidambaram, Priyanka-Rahul Support
  • Home
  • Featured
  • ચિદમ્બરમ દેશ છોડીને ભાગવાની ફિરાકમાં? EDએ ભર્યું આકરૂ પગલું

ચિદમ્બરમ દેશ છોડીને ભાગવાની ફિરાકમાં? EDએ ભર્યું આકરૂ પગલું

 | 2:11 pm IST

INX મીડિયા કરપ્શન કેસમાં ફસાયેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમ પર ગમે ત્યાર ધરપકડની તલવાર લટકી રહી છે. ત્યારે ઈડીએ ચિદમ્બરમ વિરૂદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ચિદમ્બરમ વિદેશ ના ભાગી જાય તે માટે આ નોટિસ જાહેર કરવામાં આવી છે.

બીજી તરફ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ચિદમ્બરમના સમર્થનમાં  ઉતરી આવ્યા છે. તેમણે આ કાર્યવાહીને સરકાર પર શક્તિનો ખોટો ઉપયોગ કરવાના આરોપ લગાવ્યા હતાં.

આઈએનએક્સ મીડિયામાં લાંચ લેવાના કેસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પી ચિદમ્બરમની મુશ્કેલીઓ વધી જવા પામી છે. દિલ્હી હાઈકોર્ટે ગઈ કાલે ચિદમ્બરમના જામીન ફગાવી દેતા સુપ્રીમ કોર્ટમાં પી. ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલ મામલાને રજુ કર્યો હતો. તેમણે સુપ્રીમ કોર્ટમાં આ કેસની માહિતી આપી અને સમગ્ર મામલાની સુનાવણી સુધી ધરપકડ ન કરવાની અપીલ કરી હતી. પરંતુ જસ્ટિસ રમન્નાએ કોઈ પણ પ્રકારનો નિર્ણય આપવાનો ઈન્કાર કરી આ મામલાને ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પાસે મોકલવાની વાત કરી છે.

હવે સુપ્રીમ કોર્ટમાં રંજન ગોગોઈની બેન્ચ અયોધ્યા મામલે સુનાવણી કર્યા પછી ચિદમ્બરમ મામલે સુનાવણી કરશે. બીજી બાજુ ચિદમ્બરમ વિદેશ ન ભાગી જાય તે માટે ઈડી દ્વારા લુકઆઉટ નોટીસ પણ જાહેર કરી દેવામાં આવી છે. આ દરમિયાન સીબીઆઈ અને ઈડીએ સુપ્રીમ કોર્ટમાં કેવિએટ દાખલ કરી છે. બંને એજન્સીઓનું કહેવું છે કે, કોર્ટ કોઈ પણ નિર્ણય આપતા પહેલાં અમને એક વાર સાંભળે.

રાહુલે  લગાવ્યો આરોપ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે ચિદમ્બરમ સામે તપાસ કરતી એજન્સીઓ વિશે ટીપ્પણી કરી છે. તેમણે ટ્વિટમાં કહ્યું છે કે, મોદી સરકાર ઈડી, સીબીઆઈ અને એક મીડિયા વર્ગનો ચિદમ્બરમનું ચરિત્ર ખરાબ કરવા માટે ઉપયોગ કરી રહી છે. હું તાકાતના આ ખોટો ઉપયોગની નિંદા કરુ છું.

અમે ચિદમ્બરમની સાથે છીએ : પ્રિયંકા ગાંધી

પી ચિદમ્બરમ પર સીબીઆઈ અને ઈડીની કડક કાર્યવાહી પછી પ્રિયંકા ગાંધી તેમના સમર્થનમાં આવી છે. કોંગ્રસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું છે કે, અમે તેમની સાથે ઉભા છીએ અને સત્ય માટે લડતા રહીશું ભલે પછી કોઈ પણ પરિણામ આવે. પ્રિયંકા ગાંધીએ કહ્યું- રાજ્યસભામાં એક અત્યંત અને સન્માનિત સભ્ય પી. ચીદમ્બરમે નાણા મંત્રી અને ગૃહ મંત્રી તરીકે દશકાઓ સુધી નિષ્ઠાથી દેશની સેવા કરી છે. તેઓ મોદી સરકારની નિષ્ફળતાઓને રજૂ કરે છે, જે આ કાયર સરકારને પસંદ નથી. તેથી જ તેમને શરમજનક રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન