ખાદ્યતેલમાં રૂ. ૧૫થી ૪૦, ચણા બેસન દાળમાં ર૦૦નો ઘટાડો - Sandesh
  • Home
  • Business
  • ખાદ્યતેલમાં રૂ. ૧૫થી ૪૦, ચણા બેસન દાળમાં ર૦૦નો ઘટાડો

ખાદ્યતેલમાં રૂ. ૧૫થી ૪૦, ચણા બેસન દાળમાં ર૦૦નો ઘટાડો

 | 3:43 am IST

રાજકોટ :

સિંગતેલમાં તેજીનો દોર ચાલ્યા પછી હવે ભાવમાં ઘટાડાનો દોર ચાલી રહ્યો છે. ઘર વપરાશી સિંગતેલમાં સોમ મંગળ એમ બે દિવસમાં રૂ. ૪૦નો ઘટાડો નોંધાયો છે. જેમાં ઘટેલા ભાવે ૧૫ કિલો લેબલ ટીનના ૧,૪૩૦ થી ૧,૪૪૦ નવા ડબાના ૧,૪૭૦-૧,૪૮૦ અને ૧૫ લિટર લેબલના ૧,૩૧૦-૧,૩૨૦ તેમજ ૧૫ લીટર નવાના ૧,૩૫૦-૧,૩૬૦ થયા હતા. આવી જ રીતે કપાસિયા તેલમાં પણ ૧૫- ૨૦રૂ નો ઘટાડો થઈ ૧૫ કિલોના ભાવ ૧,૨૦૦ થી ૧,૨૩૦ અને ૧૫ લિટરના ભાવ ૧,૧૩૫-૧,૧૪૦ થયો હતો. પામોલીનમાં ૨૦ રૂ.નો ઘટાડો થયો છે. તેમાં ઘટીને ભાવ ૧,૧૫૦ થી ૧,૧૬૦ હતો. સનફલાવર, મકાઈ, સરસિયુ વનસ્પતી ઘી, કોપરેલ દીવેલના ભાવ સ્થિર રહ્યા હતા. લૂઝ સિંગતેલમાં આજે લૂઝ સિંગતેલમાં ૮૦૫ થી ૮૧૦ના ભાવે ૧૦-૧૨ટેન્કરના સૌરાષ્ટ્રમાં વેપાર થયા હતા. જયારે કપાસિયા વોશમાં ૭૦૦ થી ૭૦૩ના ભાવે ૩૦-૩૫ ટેન્કરના સૌરાષ્ટ્રમાં વેપાર થયા હતા. લૂઝ પામોલીન ૬૯૩-૬૯૪ અને સોયાબીન ૭૪૮-૭૪૯ ના ભાવે વેપાર થયા હતા.

ચણામાં વાયદો તૂટવાના કારણે તેમજ ઘરાકીના અભાવ અને નવા ચણાની વિપુલ પ્રમાણમાં આવકો શરૂ થતા ચણા અને બેસનના ભાવમાં રૂ. ૨૦૦નો ઘટાડો થયો છે. જયારે ચણાદાળમાં રૂ. ૧૦૦નો ઘટાડો થયો હતો. હોલસેલર લક્ષિતભાઈ તન્નાના જણાવ્યા મુજબ હજુ પણ ભાવ ઘટી શકે છે. કોમોડિટી માર્કેટમાં ચોખા તુવેર, બાસમતી, વગેરેના ભાવ સ્થિર રહ્યા હતા. ખાંડના ભાવમાં રૂ. ૧૦નો નજીવો ઘટાડો થયો હતો. સૌરાષ્ટનાં માર્કેટ યાર્ડ ગંજબજારોમાં ડુંગળી, લસણ, ઘઉ, મગફળી, કપાસની વિપુલ પ્રમાણમાં આવક ચાલુ છે. તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી એરંડાની આવક ૨,૮૦૦થી ૩,૨૦૦ કવીન્ટલની હતી. અને ભાવ રૂ.૭૦૦ થી ૭૯૭ સુધીના રહ્યા હતા.

;