ઓગસ્ટમાં તહેવારોની સિઝન દરમિયાન ખાદ્યતેલોની આયાતમાં 23 ટકાનો ઘટાડો   - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ઓગસ્ટમાં તહેવારોની સિઝન દરમિયાન ખાદ્યતેલોની આયાતમાં 23 ટકાનો ઘટાડો  

ઓગસ્ટમાં તહેવારોની સિઝન દરમિયાન ખાદ્યતેલોની આયાતમાં 23 ટકાનો ઘટાડો  

 | 7:00 am IST
  • Share

ઓગસ્ટ મહિનામાં દેશમાં ખાદ્ય તથા અખાદ્યતેલોની આયાતમાં ગયા વર્ષના સમાનગાળાની સરખામણીમાં ૨૩ ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો છે. ઓગસ્ટ ૨૦૨૦માં દેશમાં ૧૩,૭૦,૪૫૭ ટન વેજિટેબલ ઓઈલની આયાત જોવા મળી હતી. જેની સામે ચાલુ વર્ષે સમાનગાળામાં ૧૦,૧૬,૩૭૦ ટન ઓઈલની આયાત રહી છે. જો ચાલુ ઓઈલ વર્ષના ૧૦ મહિનાની આયાત જોઈએ તો તે ૪ ટકાનો ઘટાડો દર્શાવે છે. નવેમ્બર ૨૦૧૯થી ઓગસ્ટ ૨૦૨૦ સુધીમાં ૧.૧૯૫ કરોડ ટનની આયાત સામે ચાલુ વર્ષે સમાનગાળામાં ૧.૦૭૦૮ કરોડ ટન ખાદ્યતેલની આયાત જોવા મળે છે. સરકારે રિફઈન્ડ પામોલીનની આયાતમાં રાહત આપતાં ઓગસ્ટમાં આરબીડી પામોલીનની આયાત વધીને ૧.૮૭ લાખ ટન પર જોવા મળી હતી.

સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિયેશન ઓફ્ ઈન્ડિયા(સી)ના ડેટા અનુસાર સ્થાનિક સ્તરે નોંધપાત્ર પુરવઠો ઉપલબ્ધ હોવાથી ઓગસ્ટ મહિનામાં ખાદ્યતેલોની આયાતમાં ઘટાડો નોંધાયો હતો. રવી સિઝનમાં રાયડાનું વિક્રમી ઉત્પાદન આ માટેનું મહત્ત્વનું કારણ છે. જેની પાછળ ઓગસ્ટમાં સતત ત્રીજા મહિને આયાતમાં ઘટાડો જોવા મળ્યો હતો. જુલાઈમાં પણ ખાદ્યતેલોની આયાત ગયા વર્ષે સમાનગાળામાં ૧૫.૧૭ લાખ ટનની સરખામણીમાં ૩૦ ટકાથી વધુ ઘટાડે ૯.૧૭ લાખ ટન પર રહી હતી. જ્યારે અગાઉ જૂન મહિનામાં તે ૧૧.૬૮ લાખ ટન પરથી ઘટી ૯.૬૯ લાખ ટન પર જોવા મળી હતી. જોકે અગાઉ એપ્રિલ અને મે દરમિયાન ખાદ્યતેલોની આયાત ઊંચી રહી હતી અને તેથી ઓક્ટોબરમાં પૂરા થવા જઈ રહેલા વર્ષ દરમિયાન કુલ ખાદ્યતેલોની આયાક ૧.૦૯૦ કરોડ સામે ૧.૦૩૮૬ કરોડ પર લગભગ ૬ ટકા ઘટાડો સૂચવી રહી છે. ઓગસ્ટ દરમિયાન અખાદ્યતેલોની આયાત ગયા વર્ષના ૬૨,૦૫૨ ટન પરથી ઘટી ૩૭,૪૪૦ ટન પર જોવા મળી હતી. જ્યારે પ્રથમ ૧૦ મહિનામાં આયાત ગયા વર્ષના ૨.૮૯ લાખ ટનની સરખામણીમાં વધીને ૩.૨૧ લાખ ટન પર જોવા મળી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો