Editor's note: Terrorism flares up again in Kashmir
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • તંત્રીની કલમે : કાશ્મીરમાં આતંકવાદનો ભોરિંગ ફરી સળવળ્યો

તંત્રીની કલમે : કાશ્મીરમાં આતંકવાદનો ભોરિંગ ફરી સળવળ્યો

 | 4:52 am IST
  • Share

  • કાશ્મીરમાં આતંકવાદની વરાળ ફરી ઉઠી
  • આતંકીઓ ફરી નિરંકુશ બન્યા
  •  છેલ્લા 10 દિવસમાં 7 નાગરિકોની હત્યા, 5 જવાનો શહીદ

પૃથ્વી પરનાં સ્વર્ગ ગણાતા કાશ્મીરમાં છેલ્લા એકાદ મહિનાથી આતંકવાદનાં ભોરિંગે ફરી સળવળાટ શરૂ કર્યો છે. નાના મોટા શહેરો ફરી એકવાર નિર્દોષ નાગરિકો અને જવાનોનાં લોહીથી રક્તરંજિત થઈ રહ્યા છે. કલમ 370 રદ કર્યાનાં અઢી વર્ષમાં ત્યાં શાંતિ અને અમનચેનનું વાતાવરણ સ્થપાઈ રહ્યું છે તેવો લોકોને અહેસાસ થઈ રહ્યો હતો. જનજીવન થાળે પડયું હતું. વેપાર ધંધા ફરી ધમધમવા લાગ્યા હતા. ટૂરિસ્ટો ફરી કાશ્મીરની વાદીઓમાં સહેલગાહ માટે આવવા લાગ્યા હતા. આવા સમયે જ ફરી એકવાર આતંકીઓએ માથું ઊંચક્યું છે. તેઓ ફરી લોહી તરસ્યા બન્યા છે. તેમનાંથી કાશ્મીરની શાંતિ અને અમનચેન સહન થતા નથી. આ વખતે કાશ્મીરી પંડિતો, બિન મુસ્લિમો અને પોલીસ તેમજ આર્મીનાં જવાનો તેમનો શિકાર બની રહ્યા છે. છેલ્લા 10 દિવસમાં 7 નાગરિકોની હત્યા કર્યા પછી ગયા સોમવારે આતંકીઓ સાથેનાં એન્કાઉન્ટરમાં 5 જવાનો શહીદ થઈ ગયા. આ ઘટના પુરવાર કરે છે કે, રાજ્યમાં આતંકવાદનાં મૂળિયા હજી સાફ થયા નથી.

કાશ્મીરમાંથી હિંસા અને અશાંતિને જાકારો આપવામાં માંડ સફળતા મળી હતી ત્યાં ફરી આતંકીઓ દ્વારા હિંસાની ચિનગારી ચાંપવામાં આવી રહી છે. આ વખતે સરકાર અને સુરક્ષાદળો સામેનાં પડકારો ઘણા મોટા હોય તેવું લાગી રહ્યું છે. સોમવારે આતંકીઓએ સુરક્ષાદળનાં જવાનોને ટ્રેપમાં ફસાવીને મોટો હુમલો કર્યો જેમાં એક ત્નર્ઝ્રં સહિત 5 જવાનોએ શહીદી વહોરવી પડી હતી. આર્મી અને પોલીસની વધુ કુમક મોકલીને ત્યાં જંગલમાં છુપાયેલા આતંકીઓને છટકવાનાં તમામ રસ્તા બંધ થઈ જાય તે રીતે નાકાબંધી કરવામાં આવી હતી. સુરક્ષાદળોને આ મિશનમાં આખરે સફળતા મળી હતી અને છેલ્લા 24 કલાકમાં 6 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આતંકીઓને તેમની ભાષામાં જ જવાબ આપીને બદલો લેવામાં આવ્યો છે. પણ આનાંથી સંતોષ માનીને બેસી રહેવાની જરૂર નથી. આ વખતે આતંકી સંગઠનો દ્વારા સ્થાનિક બેકાર યુવાનોને ભારત વિરુદ્ધ ભડકાવીને આતંકી બનાવાઈ રહ્યા છે. લોકોનાં ગભરાટ ફેલાવવા તેમજ વિશ્વને એવું દર્શાવવા આતંકી હુમલાઓ કરાઈ રહ્યા છે કે, જમ્મુ-કાશ્મીરમાં હજી આતંકવાદનો અંત આવ્યો નથી. જો કે, આપણા દેશનાં સુરક્ષાદળોએ આતંકીઓને છુપાવવા માટેનાં સ્થળોએ જાપતો ગોઠવીને તેમનાં માટે રાહ કાંટાળી બનાવી છે. લોકો હવે આતંકીઓને આશરો આપતા પહેલાં વિચાર કરે છે. આને કારણે આતંકીઓમાં હતાશા જાગી છે અને તેઓ નાગરિકો અને પોલીસ તેમજ જવાનો પર હુમલા કરી રહ્યા છે. સુરક્ષાદળોએ આક્રમક રણનીતિ અપનાવીને ઊગતા ભોરિંગને નાથવાની જરૂર છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો