ઓબામા ફઉન્ડેશન ફેલોશિપ - Sandesh

ઓબામા ફઉન્ડેશન ફેલોશિપ

 | 2:48 am IST

એજ્યુકેશનઃ દિવ્યેશ વેકરિયા

અમેરિકાના પ્રમુખોની એક ખાસિયત રહી છે કે તેઓ પ્રમુખ પદ પરથી દૂર થયા પછી રાજકારણ કરવા કરતાં સમાજ સેવાના કાર્યમાં પોતાની શક્તિનો સદઉપયોગ કરે છે. અમેરિકાના હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ છે, પરંતુ એ પહેલાં બે ટર્મ સુધી જગત જમાદાર અમેરિકાનું સુકાન જેમણે સંભાળ્યું હતું એ બરાક ઓબામા જાહેર ક્ષેત્રમાં તેમના ફઉન્ડેશન સાથે વિવિધ સહાય પ્રવૃત્તિઓ કરે છે. જેમાં શિક્ષણનું કાર્ય મોખરે છે. ઓબામા ફઉન્ડેશન શ્રેષ્ઠ પ્રતિભાને ખોળી ખોળીને વિશ્વફ્લક પર રજૂ કરવાનું કામ કરે છે. જો આપમાં દુનિયાને નાવીન્ય આપવાની ક્ષમતા હોય અને સંશોધન ક્ષેત્રમાં કંઈક અસાધારણ કરવા માગતા હોય તો આ ફેલોશિપ આપને ખૂબ મદદગાર નીવડી શકે છે.

હેતુઃ

એવા નેતૃત્વનું નિર્માણ કરવું જે સિવિક લાઈફ્માં સત્ય માટે લડનારું હોય. સાથે મળીને શક્તિશાળી ભૂમિકા ભજવીને નાગરિક જીવનના પ્રશ્નોને સમજી શકે. ઓબામા ફઉન્ડેશનના ફેલોનું કામ નેતૃત્વ નિર્માણ કરીને સાયન્સ, ક્રિમીનલ જસ્ટિસ, હેલ્થકેર, એજ્યુકેશન, આર્ટ્સ અને વિવિધ મુદ્દાઓ પર કાર્યરત કરવાનું છે.

મહત્ત્વની બાબતોઃ

સિવિક વર્ક કરતાં હોવા જોઈએ.

પબ્લિક પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે કાર્યરત હોય તેવા લોકો પણ આ ફેલોશિપ માટે અરજી કરી શકે છે.

જે કમ્યુનિટી લીડરે પ્રેરણાદાયી કાર્ય કર્યું હોય તે પણ આ ફેલોશિપ માટે યોગ્યતા ધરાવે છે.

ઉમેદવારની પસંદગી કોઈ કારણોસર આ વર્ષમાં થતી નથી તો તે ફ્રીથી આવતા વર્ષ માટે અરજી કરી શકે છે.

ઓબામા ફઉન્ડેશન પ્રોગ્રામિંગનો લાભ જેઓ લેતા હશે તેઓ આ અરજી માટે માન્ય ગણવામાં નહીં આવે.

૧૮ વર્ષથી નીચેની વયના ઉમેદવાર અરજી કરી શકશે નહીં.

કોઈપણ પોલિટિકલ પાર્ટી સાથે જોડાયેલા ઉમેદવાર અરજી માટે માન્ય નથી. ચૂંટણી લડેલા અથવા લડવાના હોય તે ઉમેદવારને પણ માન્ય ગણવામાં નહીં આવે.

અંગ્રેજી ભાષા પર પકડ હોવી જરૂરી છે.

ઉમેદવારમાં કઈ ખાસિયતો હોવી જરૂરી છે?

સિવિક ઈનોવેટર્સ

ડિસિપ્લિન ડાયવર્સ

એટ અ ટિપિંગ પોઈન્ટ ઈન ધેર વર્ક

ટેલેન્ટેડ

ગુડ હ્યુમન્સ

પસંદગીઃ

આ ફેલોશિપ માટે ઉમેદવારની પસંદગી કમ્પેટેટિવ સિલેકશન પ્રોસેસ દ્વારા કરવામાં આવે છે.

ઓબામા ફઉન્ડેશનની વેબસાઈટ પર એલિજેબિલિટી ક્વીઝ આપવામાં આવે છે. જેના જવાબ ઉમેદવારે આપવાના રહે છે.

એલિજેબિલિટી ક્વીઝ માટેની વેબસાઈટઃ https://www.obama.org/fellowship/eligibility-quiz/

આ પરીક્ષામાં પાસ થનારાની પ્રાથમિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા માનવામાં આવે છે પણ આખરી નિર્ણય તો તેમની અરજીના મજબૂત પુરાવાના આધારે જ કરવામાં આવે છે.

સહાયઃ

ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ફઉન્ડેશન તરફ્થી આપવામાં આવે છે.

એકોડેમેશનની સુવિધા પૂરી પાડવામાં આવે છે.

ઉમેદવારેને વિઝા અપાવવામાં ફઉન્ડેશન દ્વારા પુરતો સહયોગ કરવામાં આવે છે.

વીઝા ફી ઉમેદવારે પૂરી પાડવાની રહે છે.

અરજીઃ

અરજી ઓનલાઈન કરવાની રહેશે

https://apply.obama.org/fellows2019

અરજી કરવાની છેલ્લી તારીખઃ

૧૮ સપ્ટેમ્બર, ૨૦૧૮

સંપર્ક

[email protected]