Education in Jamnagar is provided by Ganpati due to costly education
  • Home
  • Gujarat
  • જામનગરમાં શિક્ષણ મોંઘુ દાટ થતા ગણપતિ દ્વારા અપાય છે શિક્ષણ

જામનગરમાં શિક્ષણ મોંઘુ દાટ થતા ગણપતિ દ્વારા અપાય છે શિક્ષણ

 | 10:02 pm IST

દર વર્ષે ગણપતિ પંડાલ કંઈકને કંઈક શીખ આપતા જાય છે. આ વર્ષે જામનગરમાં એક ગણપતિ પંડાલમાં ગણપતિને શિક્ષા આપતા બતાવાયા છે. હાલમાં શિક્ષણ મોંઘુ દાટ થઇ ગયું છે. એટલે ખુદ ગણપતિ લોકોને શિક્ષણ આપે છે એવી થીમ આ પંડાલમાં જોવા મળે છે.

જામનગરમાં બેડી ગેટ વિસ્તારમાં કડીયાવાડમાં ધર્મ મિત્ર મંડળ આયોજિત વિનાયક વિદ્યાલયમાં ગણપતિ શિક્ષણ આપે છે. આ પંડાલમાં ગણેશજીની બેઠા અવસ્થામાં પ્રતિમા છે.

ગણપતિ ની બે બાજુ ભણતરના બે બોર્ડ મુકવામાં આવ્યા છે.બંને બાજુએ ત્રણ ત્રણ વિદ્યાર્થી બેન્ચ પર ભણતા જોવા મળે છે. હાલના સંજોગોમાં શિક્ષણ એટલું તો મોંઘુ થતું જાય છે. ત્યારે ખુદ ગણપતિએ શિક્ષણ આપવા આવવું પડ્યું છે.