Education Minister Bhupendrasinh Chudasama's big statement on the issue of starting schools in the state
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • ગુજરાતમાં શાળાઓ શરૂ કરવા મુદ્દે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું ફરી મોટું નિવેદન

ગુજરાતમાં શાળાઓ શરૂ કરવા મુદ્દે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું ફરી મોટું નિવેદન

 | 11:24 am IST
  • Share

હાલ કોરોના (Corona) કાળમાં સમગ્ર રાજ્યમાં શાળાઓ બંધ છે. તેવામાં રાજ્યમાં હાલ બાળકોનું ઓનલાઈન શિક્ષણ (Online Education) ચાલી રહ્યું છે. પણ બાળકોની પરીક્ષા અંગે હજુ પણ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. રાજ્યમાં હજી શૈક્ષણિક સંકુલો ફરી ધબકતા થયાં નથી ત્યારે આજરોજ રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા (Education Minister Bhupendrasinh Chudasama)એ શાળાઓ શરૂ કરવા મુદ્દે પોતાનું નિવેદન આપ્યું છે. શાળાઓ શરૂ કરવા મુદ્દે શિક્ષણમંત્રીનું નિવેદન સામે આવતા ફરી એકવાર આ મુદ્દો ગરમાઈ ગયો છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ક્યારેક તો શાળા ચાલુ કરવી પડશે. આરોગ્ય વિભાગ (Health Department)નો અભિપ્રાય મહત્વનો છે. અમે વાલીઓ, શિક્ષણવિદ્દો (Academician) સાથે ચર્ચાઓ કરી છે. અને ત્યારબાદ જ શાળાઓ શરૂ કરવા માટે નિર્ણય કરીશું.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા (Bhupendrasinh Chudasama)એ જણાવ્યું હતું કે, આપણે ક્યારેક તો શાળા ચાલુ કરવી જ પડશે. પરંતુ સરકાર એકલી નિર્ણય કરે તે યોગ્ય નથી. હું અને શિક્ષણ વિભાગ સતત વાલીઓ અને શિક્ષણ સાથે સંકળાયેલા લોકોની સાથે ચર્ચા વેબિનાર કર્યા છે. હવે એ તબક્કો નજીક છે. વેબિનારથી અમે અભિપ્રાય મેળવીએ છીએ. આરોગ્ય વિભાગનો અભિપ્રાય સૌથી મહત્વનો છે. દરેક વિદ્યાર્થીના જીવનમાં કઈ પણ બનવા બોર્ડની પરીક્ષામાં પસાર થવુ જરુરી છે, પછી જ આગળ કોઈ પણ જીવનની દિશા પસંદ કરે છે. પરિણામ મહેનતનું વળતર મળે, સરકારે ગુણવત્તા જળવાય એના પર ધ્યાન આપ્યુ છે. ગુણવત્તા માટે ગુપ્તતા જળવાય તે જરુરી છે. રીઝલ્ટ તૈયાર કરવાની વ્યવસ્થા અત્યાર સુધી પ્રતિકૂળતા હોવા છતાં સુપેરે કરી છે. છતા એના ઉકેલ રુપે ખાત મુહૂર્ત એનો ઉકેલ છે. અલગ અલગ જગ્યાઓ પર અત્યાર સુધી કામ કરતા હવે એક જ જગ્યાએ બધુ કામ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે (રવિવારે) શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને શાળા સંચાલકો વચ્ચે શાળાઓને લઈ એક વેબિનારનું આયોજન થયું હતું. આ વેબિનારમાં ગુજરાતમાં શાળાઓ ખૂલવા અંગે મોટો સંકેત સામે આવ્યો હતો. રાજ્યમાં ધોરણ 1 થી 5 સુધીના બાળકો માટે દિવાળી પછી પણ શાળા ખૂલશે નહીં. દિવાળી વેકેશન પછી ધો. 9થી12નાં વિદ્યાર્થીઓ માટે શાળાઓ શરૂ કરવામાં આવશે.

આ ઉપરાંત ગ્રામ્યમાં ધોરણ 6થી8નાં બાળકોને છૂટ આપવા રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે. એટલું જ નહીં, પણ દિવાળી વેકેશન પણ સરકાર દ્વારા ટૂંકાવી દેવામાં આવ્યું છે. ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપ પ્રમુખ જતિન ભરાડે જણાવ્યું કે, પહેલા ચરણમાં 9 થી 12ની શાળાઓ શરૂ કરવામાં આવશે અને પછી સ્થિતિ કાબૂમાં રહેશે તો નાના વર્ગો ખોલવા ચર્ચા કરાશે.

તાજેતરમાં શાળા સંચાલકોના યોજાયેલા એક વેબિનારમાં રાજ્યના શિક્ષણંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ પ્રાથમિક શાળાઓ દિવાળી બાદ પણ નહીં ખૂલે તેવા સંકેતો આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, દિવાળી પછી ધો 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ થઇ શકે છે.

બીજી બાજુ બાળકોનાં વાલીઓને આશા હતી કે, સરકાર (Gujarat Government) આ વખતે બાળકોને માસ પ્રમોશન (Mass Promotion) આપશે. પણ શિક્ષણ વિભાગે (Gujarat Education Department) વાલીઓની આ આશા ઉપર પાણી ફેરવી દીધું હતું.

વાલી મંડળે ધોરણ 1-9 સુધી માસ પ્રમોશન આપવા માટેની માગ કરી હતી. પણ શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે કે, ધોરણ 1થી 8 સુધી માસ પ્રમોશન આપવા અંગે કોઈ વિચારણા કરવામાં આવી નથી. આમ રાજ્ય સરકારે વાલી મંડળની માગને ફગાવી દીધી હતી. આ ઉપરાંત શિક્ષણ વિભાગે વાલીઓને ગેરમાર્ગે ન દોરાવવા માટે પણ અપીલ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન