Education Ministry Of India Will Review MOUs Of Many Universities
  • Home
  • Featured
  • એપ પર પ્રતિબંધ બાદ ચીનને ભારત આપશે વધુ એક ઝાટકો, લાલચોળ થઈ જશે ડ્રેગન

એપ પર પ્રતિબંધ બાદ ચીનને ભારત આપશે વધુ એક ઝાટકો, લાલચોળ થઈ જશે ડ્રેગન

 | 4:16 pm IST

બૉર્ડર પર ચીનની હરકતોનો જવાબ આપવા માટે ભારત સરકાર જલદી ડ્રેગનને વધુ એક ઝાટકો આપી શકે છે. આમાં ભારતની નજર એ સંસ્થાઓ પર છે જેના પર ભારતમાં ચીનનાં પ્રચાર-પ્રસારનો શક છે. આવી 7 કૉલેજ અને યૂનિવર્સિટીનો રિવ્યૂ આવનારા અઠવાડિયામાં થવાનો છે. જાણકારી મળી છે કે ચીને આ સંસ્થાઓની સાથે મળીને પોતાની કન્ફ્યૂશિયસ સંસ્થાઓનાં લોકલ ચેપ્ટર ખોલી દીધા છે. કન્ફ્યૂશિયસ સંસ્થાઓનો અહીં મતલબ છે કે એવી સંસ્થાઓ જેમનું કામ જ ચીનનાં પ્રોપગેંડાને ફેલાવવાનું હોય છે.

શિક્ષણ મંત્રાલય 54 MoUsનું રિવ્યૂ કરશે

હવે શિક્ષણ મંત્રાલય 54 MoUsનું રિવ્યૂ કરશે. એક રિપોર્ટ પ્રમાણે આ જાણીતી યૂનિવર્સિટી જેમ કે આઈઆઈટી , બીએચયૂ, જેએનયૂ, એનઆઈટી વગેરે અને ચીની યૂનિવર્સિટીની વચ્ચે થયા. આ માટે વિદેશ મંત્રાલય અને યૂજીસીને લખવામાં આવી ચુક્યું છે. કન્ફ્યૂશિયસ સંસ્થાઓ સીધી રીતે ચીની સરકારનાં શિક્ષણ મંત્રાલય પાસેથી ફંડ મેળવે છે. તેમનું કામ ચીની ભાષા અને કલ્ચરને પ્રમોટ કરવાનું હોય છે. છેલ્લા ઘણા સમયથી કન્ફ્યૂશિયસ સંસ્થાઓ દુનિયાભરમાં નિશાના પર છે.

ચીની પ્રોપેગેંડા ફેલાવવાનો આરોપ

અમેરિકા, બ્રિટને આમના પર ચીની પ્રોપેગેંડા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં સમાચાર આવ્યા હતા કે ઑસ્ટ્રેલિયાએ પણ પોતાના ત્યાં આવી યૂનિવર્સિટીની તપાસનાં આદેશ આપ્યા હતા. દુનિયાભરની યૂનિવર્સિટીએ આવા અનેક કૉર્સ બંધ કર્યા હતા, જેમનો સંબંધ કન્ફ્યૂશિયસ સંસ્થા સાથે હતો. કન્ફ્યૂશિયસ સંસ્થાઓની વિરુદ્ધ તપાસનો આદેશ એવા સમયે આવ્યો છે જ્યારે ભારત અને ચીનની વચ્ચે તણાવ ચરમ પર છે. ગલવાન ખીણમાં હિંસક અથડામણ બાદ ભારત-ચીનને સખ્ત વલણ બતાવી રહ્યું છે. 100થી વધારે ચાઇનીઝ એપ્સને ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવી ચુકી છે.

કઈ કઈ યૂનિવર્સિટીનાં નામ?

એટલું જ નહીં, એના અનેક પ્રોજેક્ટ્સ કેન્સલ કરવામાં આવ્યા છે જે ચીની કંપનીઓને આપ્યા હતા. જે યૂનિવર્સિટીનાં MoU રિવ્યૂ થવાના છે તેમાં યૂનિવર્સિટી ઑફ મુંબઈ, વેલ્લોર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, લવલી પ્રોફેશનલ યૂનિવર્સિટી જાલંધર, ઓપી જિંદલ ગ્લોબલ યૂનિવર્સિટી સોનીપત, સ્કૂલ ઑફ ચાઇનીઝ લેંગ્વેજ કોલકાતા, ભારથિઅર વિશ્વવિદ્યાલય કોયમ્બતૂર, કે.આર.મંગલમ યૂનિવર્સિટી ગુરૂગ્રામ ઉપરાંત IIT, NIT, IISC, JNU, BHU વગેરેએ પણ અનેક ચીની કંપનીઓની સાથે અલગ અલગ ટાઇપ્સ કર્યા છે.

આ વિડીયો પણ જુઓ: મોરબીના હળવદમાં મુખ્ય બજારમાં લોકોની ભીડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન