effect of corona virus tv industry will get 100 crore loss
  • Home
  • Entertainment
  • Bollywood
  • કોરોનાએ ટીવી જગતને નુકસાનની એક હદ બતાવી દીધી, આંકડા સાંભળીને પેઢીઓ યાદ આવી જશે!

કોરોનાએ ટીવી જગતને નુકસાનની એક હદ બતાવી દીધી, આંકડા સાંભળીને પેઢીઓ યાદ આવી જશે!

 | 7:53 am IST

કોરોનાના કારણે આજે આખું વિશ્વ જુજી રહ્યું છે. એમાં કરોડોનુ નુકસાન થયું છે. પરંતુ સૌથી વધારે નુકસાન ફિલ્મ જગતને થયું છે. તેમજ સંપૂર્ણ ભારતને લોકડાઉન કરી નાખ્યુ છે. ફિલ્મની સાથે સાથે ટીવી ઈન્ડસ્ટ્રી પણ ખરાબ રીતે ફસાઈ ગઈ છે. આંકડાઓ પ્રમાણે ટીવી ઈન્ડસ્ટ્રીમાં પૂર્ણ રીતે કામકાજ ઠપ હોવાના કારણે બે અઠવાડીયામાં લગભગ 100 કરોડનુ નુકસાન થઈ રહ્યુ છે. હલમાં BMC અને મુંબઈ પોલીસ તરફથી બધા જ પ્રોડક્શન હાઉસને પણ કોઈપણ પ્રકારની શૂટિંગ ન કરવા કહવામાં આવ્યું છે.

આમ તો આ મનાઈ માર્ચ મહીના સુધી જ છે, પરંતુ જો પરિસ્થિતી સામાન્ય ન થઈ તો, આ વધારે સમય સુધી રોક લાગવામાં આવી શકે છે. ટીવી ઈન્ડસ્ટ્રી શિફ્ટમાં શૂટિંગ પ્રમાણે ચાલે છે. એવુ નથી હોતુ કે, તેમની પાસે વધારે શુટ પહેલાથી જ હોય છે. એક ખાનગી મીડિયા સાથે વાતચીતમાં ટીવી એન્ડ વેબ IFTPCના ચેરમેન જેડી મજિઠિયાએ થતાં નુકસાનની વાત કરી હતી. ત્યારે સૌ કોઈને ફટકો લાગ્યો હતો. તેનું કહવું છે કે અમે પેનિક નથી કરી શકતા. દહેશતમાં આવવાથી શું થશે ? આજે પરિસ્થિતી સામાન્ય છે, અમે નથી જાણતા કે, કાલે શું થશે.

આગળ વાત કરતાં કહ્યું છે. કેટલાક પ્રોડ્યુસરની પાસે એપિસોડ પડેલા છે, પરંતુ કેટલાકની પાસે નથી. કેટલાક રિપીટ કરશે અને કેટલાક ફ્રેશ કન્ટેન્ટ પણ લાવીએ. સાથે જ તેમણે કહ્યુ છે કે, 2 અઠવાડીયામાં ટીવી ઈન્ડસ્ટ્રીને ઓછામાં ઓછુ 100 કરોડનુ નુકસાન ઉઠાવવુ પડશે. આગળના એપિસોડ શુટ ન થયા હોવાને કારણે શૂટિંગ બંધ હોવાથી ઘણા ટીવી શોમાં સોમવારની સાંજથી રિપીટ ટેલીકાસ્ટને શરુ કરી દેવામાં આવ્યા છે. જેમાં સોની સબ પર આવતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની શરુઆતમાં નોટિસ આપ્યા બાદ હવે જૂના શો જોવાનુ શરુ કરી દીધુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન