ઓખીએ બગાડ્યો ગુજરાતના ખેતરમાં તૈયાર થયેલો શિયાળુ પાક - Sandesh
  • Home
  • Gujarat
  • ઓખીએ બગાડ્યો ગુજરાતના ખેતરમાં તૈયાર થયેલો શિયાળુ પાક

ઓખીએ બગાડ્યો ગુજરાતના ખેતરમાં તૈયાર થયેલો શિયાળુ પાક

 | 12:33 pm IST

ઓખીને કારણે અચાનક આવી પડેલા કમોસમી વરસાદથી ખેતીના પાકને વ્યાપક નુકસાની શક્યતા છે. હાલ ખેડૂતો અણધાર્યા વરસાદને કારણે મુશ્કેલીમા મૂકાયા છે. જુનાગઢ જિલ્લામાં પણ છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

કયા કયા પાક પર અસર પડશે

ઓખી વાવાઝોડાને લઈને વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. જેને લીધે ખેતીના પાકને વ્યાપક નુકસાની થાય તેવી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હાલ ખેતરમાં ઘઉં, જીરું, ધાણા અને કપાસનો પાક છે. આ કમોસમી વરસાદથી શિયાળુ પાકને ભારે નુકસાની થશે. એક તરફ મગફળીમાં પોષણક્ષમ ભાવો મળ્યા નથી, ત્યારે આ શિયાળુ પાકમાં પણ કમોસમી વરસાદથી નુકશાની થશે તો ખેડૂતોની હાલત વધુ કફોડી બનશે.

IMD દ્વારા કરવામાં આવેલી હવામાનાનની આગાહી બાદ, આવા વાદળછાયા વાતાવરણને કારણે સૌરાષ્ટ્રમાં જીરા અને કોથમીરના પાકને નુકસાન પહોંચશે. આ પાકની વાવણી એક મહિના પહેલા જ કરવામાં આવી છે અને તેની લણણી માટે પણ હજી એક મહિનાની વાર છે. જીરૃં અને કોથમીર ઘણાં સંવેદનશીલ પાક છે, અને આવા વાતાવરણમાં ઘણાં જલ્દી રોગ લાગી જાય છે.

કમોસમી વરસાદ ઘઉં અને ચણાની વાવણી માટે મદદરૂપ સાબિત થશે. અન્ય પાકોની વાવણી થઈ ગઈ છે, માટે બની શકે કે આ વાતાવરણને કારણે તેમાં ઉપદ્રવ થાય. અને જીરામાં આ શકયતા ઘણી વધારે છે.

આ તો એ પાકોની વાત થઈ, જે ખેતરમાં પાકી ગયો છે. પંરતુ હવે જે ખેડૂતો નવો પાક વાવવાની તૈયારી કરી રહ્યા છે, તેઓ પણ ચિંતામા મૂકાયા છે. ભરૂચમાં કપાસના પાકની લણણી કરવાની હજી બાકી છે અને આ વરસાદને કારણે તેની ગુણવત્તામાં ચોક્કસપણે ફરક જોવા મળશે. વરસાદને કારણે કપાસ પીળો પડી જાય છે. ઉત્તર ગુજરાતમાં જીરાના પાકને નુકસાન થાય તેવી શકયતાઓ છે.

શાકભાજીને પણ નુકશાન
કમોસમી વરસાદથી શિયાળાના કારેલા, દૂધી, જેવા પાકને નુકસાન થઈ શકે છે. આ સિવાય ટામેટા, મરચાં, રિંગણ વગેરેના પાકને પણ અસર થશે.