ફિચ રેટિંગે નાણાંકીય વર્ષ 2016-17માં ભારતનું રેટિંગ 7.4થી ઘટાડીને 6.9 કરી નાખ્યું છે. મળતી માહિતી પ્રમાણે  8 નવેમ્બરે લાગુ પાડવામાં આવેલી નોટબંધીના કારણે રેટિંગમાં આ ઘટાડો થયો છે.

ફિચે હાલમાં પોતાનું દ્વિમાસિક રેટિંગ જાહેર કર્યું છે. પોતાના ન્યૂઝલેટરમાં તેણે કહ્યું છે કે 8 નવેમ્બર પછી ભારતની અર્થવ્યવસ્થામાં ઓટ આવી છે જેના કારણે રેટિંગમાં ઘટાડો કરવાની ફરજ પડી છે.

ફિચે આપેલી માહિતી પ્રમાણે નોટબંધીના કારણે લાભ મળવાની સંભાવના છે પણ નકારાત્મક અસરો પડવાની શક્યતા વધારે છે. આ પગલાને કારણે ફાયદો જ જશે એવું સ્પષ્ટ નહીં કહી શકાય. ફિચે જણાવ્યું છે કે નોટબંધીની અસર જેટલા દિવસ રહેશે એટલા દિવસ અર્થવ્યવસ્થા પર પણ એની અસર રહેશે. ફિચના દાવા પ્રમાણે આ વર્ષના પહેલાં ત્રણ મહિનામાં બિઝનેસની શરૂઆત સકારાત્મક રીતે થઈ હતી પણ 8 નવેમ્બરે નોટબંધીની જાહેરાત પછી તમામ પ્રકારના બિઝનેસના વળતા પાણી થયા છે.