Effect of New Traffic Rule among the people of Gujarat
  • Home
  • Videos
  • Featured Videos
  • ગુજરાતમાં ટ્રાફિકના નિયમોનો આટલો બધો ડર! ગણપતિ પંડાલમાં પણ ફફડાટ, જુઓ Video

ગુજરાતમાં ટ્રાફિકના નિયમોનો આટલો બધો ડર! ગણપતિ પંડાલમાં પણ ફફડાટ, જુઓ Video

 | 3:58 pm IST

દેશમાં ટ્રાફિકના નિયમો બદલાઇ ચૂક્યા છે. હવે નિયમોનું ઉલ્લંઘન કરવા પર નવા નિયમ પ્રમાણે મોટો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. ગુજરાતના સુરત શહેરમાં એક એવી તસવીર સામે આવી છે, જે ટ્રાફિક નિયમો પ્રતિ જાગરૂકતા ફેલાવવાનું કામ કરી રહ્યું છે, તો બીજી બાજુ નવા ટ્રાફિકના નિયમોથી લોકોમાં ડર બનેલો છે.

આજે સુરતમાં ગણેશજીની આરતી હેલ્મેટ પહેરીને કરવામાં આવી હતી. સુરતની નંદની સોસાયટીનાં લોકોએ ગણેશજી સમક્ષ નવા નિયમોને બિરદાવીને નિયમો પાળવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી. સોસાયટીમાં ગણેશ મંડળે એક ખાસ આરતીનું આયોજન કર્યું હતું. જેમાં સોસાયટીનાં લોકોએ હેલ્મેટ પહેરીને આરતી અને પૂજા કરી હતી. આ સાથે ગણેશજી સામે તેઓ નિયમો પાળશે તેવી પ્રતિજ્ઞા પણ લીધી હતી.

સોસાયટીના સભ્યોએ જણાવ્યું હતું કે, ગણેશજી આપણી રક્ષા કરે છે ત્યારે આપણે પણ હેલ્મેટ પહેરી અને આપણી જાતી સુરક્ષાનું ધ્યાન રાખીએ. નવા નિયમોથી લોકોમાં વધાકે જાગૃત્તા વધશે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન