લગ્નની પહેલી રાત્રે ખવાતા 'પલંગતોડ પાન'થી ખરેખર શું થાય છે? સિક્રેટ જાણવા કરો ક્લિક - Sandesh
NIFTY 10,565.30 +39.10  |  SENSEX 34,427.29 +95.61  |  USD 65.7500 +0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • લગ્નની પહેલી રાત્રે ખવાતા ‘પલંગતોડ પાન’થી ખરેખર શું થાય છે? સિક્રેટ જાણવા કરો ક્લિક

લગ્નની પહેલી રાત્રે ખવાતા ‘પલંગતોડ પાન’થી ખરેખર શું થાય છે? સિક્રેટ જાણવા કરો ક્લિક

 | 2:52 pm IST

ભારતમાં અને ગુજરાતમાં અનેક જાતિના લોકોમાં લગ્નની પહેલી રાત્રે ખાસ પ્રકારનું ‘પલંગતોડ પાન’ ખાવાની પ્રથા હોય છે. માનવામાં આવે છે કે આવાં પાન લગ્નની પહેલી રાત્રે ખાવાથી પર્ફોમન્સ સુધરે છે. ફર્સ્ટ નાઇટે આવાં પાન ખાવાનો ઘણી કમ્યુનિટીમાં તો જાણે રિવાજ બની ગયો છે. આવાં પાન ‘પલંગતોડ પાન’ તરીકે ઓળખાય છે. આ પાન ખાવાનો અનુભવ લેવારા અનેક લોકોનું કહેવું છે કે આ પાન ખાધા પછી તેમનામાં જબરદસ્ત પુરુષાતન આવી જાય છે. જોકે હકીકતમાં આ પાનમાં કેટલાંક ઉત્તેજનાપ્રેરક ડ્રગ્સ વપરાયેલાં છે જે લેનારને એકદમ સાતમા આસમાને હોય એવું ફીલ કરાવે છે. આ પાન લેવાથી લેનારને સમયભાન ઘટી જાય છે. મતલબ કે એક મિનિટનો પર્ફોમન્સ માણસને એવું ફીલ કરાવે છે કે જાણે તેણે એક કલાક સુધી પર્ફોમ કર્યું હોય.

ટેમ્પરરી ઉત્તેજના વધારનારું આ પાન ફાયદા કરતાં નુકસાન વધુ કરે છે એટલે બને ત્યાં સુધી હાનિકારક પાન લેવાનું બને તો ટાળવું જોઈએ. પલંગતોડ પાનનું સેવન કેટલાક લોકો સુહાગરાતમાં એ ઈરાદે કરતા હોય છે કે તેનાથી સહવાસ દરમિયાન તેમનામાં એટલી તાકાત પેદા થશે કે તેઓ છવાઈ જશે. હકીકત એ છે કે તેમાં નશીલી દવા ભેળવેલી હોય છે જેના સેવનથી કાં તો વ્યક્તિ સહવાસ પહેલા જ સુઈ જાય છે અથવા તો નશાને કારણે તેને અડધા કે એક મિનિટનો સહવાસ કલાકો જેવો લાગે છે.

જોકે સામાન્ય પાનની વાત કરીએ તો સાદા પાનનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. પાનમાં ટાએસ્ટેસ નામનું એક એન્જાઈમ હોય છે જે સ્ટાર્ચને પચાવવામાં મદદ કરે છે. ભારતીયોના ખોરાકમાં ખુબ સ્ટાર્ચ હોય છે. જેમ કે, ભાત, બટાકા વગેરે. પાનમાં યૂઝ કરાયેલો કાથો એક એન્ટિસેપ્ટિક હોય છે જે દાંતની બીમારી દુર કરે છે. વિશ્વ પ્રસિદ્ધ હેલ્થ મેગેઝિન લેસેન્ટનું કહેવું છે કે, ચૂનો પણ એન્ટિસેપ્ટિક હોય છે અને તેમાં મોજૂદ કેલ્શિયમને કારણે તે હાડકાં અને પ્રેગનેન્સીમાં ફાયદાકારક રહે છે. જો સોપારી તેમાં નાખો તો શેકેલી જ નાખો. તે કફના રોગોનો નાશ કરે છે અને ખોરાકમાં રૂચિ પેદા કરે છે. તેમાં જેઠીમધ નાખો તો ગળું સાફ રહે છે અને અવાજ ખુલે છે, એસિડીટીમાં પણ ફાયદો રહે છે. ઈલાયચી મોઢામાં સ્વાદ પેદા કરે છે અને વાસ દુર કરે છે. વરિયાળી પણ પાચનમાં મદદગાર થાય છે. લવિંગ દાંતની બીમારી દુર કરે છે અને આયુર્વેદમાં તો તેને સ્તંભક એટલે કે ડિસ્ચાર્જમાં મોડું કરનારૂં પણ કહ્યું છે. આયુર્વેદ અનુસાર, જમ્યા બાદ અને સહવાસ પહેલા પાન ખાઈ શકાય છે. જોકે, દિવસમાં 2-3થી વધુ પાન ન ખાવા જોઈએ.