જાણો ક્યાંક ખોટું બોલવાના કારણે તો તમે વારંવાર બીમાર નથી પડી રહ્યા - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • જાણો ક્યાંક ખોટું બોલવાના કારણે તો તમે વારંવાર બીમાર નથી પડી રહ્યા

જાણો ક્યાંક ખોટું બોલવાના કારણે તો તમે વારંવાર બીમાર નથી પડી રહ્યા

 | 2:35 pm IST

ઘર, ઓફિસ કે મિત્રોની વચ્ચે વાત-વાતમાં આપણે કેટલીક વખત ખોટું બોલીએ છીએ. ખોટું બોલવાની આદત ધીમે-ધીમે વધી જાય છે અને આપણાને ખોટું બોલવાની આદત પડી જાય છે. ખોટું બોલવું ધાર્મિક દ્રષ્ટિથી તો ખોટું છે. જે તમારા સ્વાસ્થ્ય માટે પણ નુક્શાનકારક છે. એક શોધ મુજબ ખોટું બોલનારા અને સત્ય બોલનાર વ્યક્તિના મુકાબલામાં વધારે બિમાર રહે છે.

એક શોધ મુજબ જે લોકો વધારે સમય ખોટું બોલે છે તે લોકોમાં તનાવ, ચિડિયાપણું, ગળું ખરાબ થવું, થાક,માથાનો દુખાવો જેવી સમસ્યા રહે છે. શોધકર્તા અનુસાર સત્ય બોલનારા ક્યારેય બિમાર પડતા નથી. સત્ય બોલવામાં તેમને સારો અનુભવ થાય છે. તેમજ ખોટું બોલનારાઓને બીપી, શુગર જેવી સમસ્યા પણ વધારે રહે છે.

ભારતમાં પ્રચલિત દરેક ધર્મોમાં ખોટું બોલવું એ પાપ માનવામાં આવે છે. ઋગ્વેદમાં કહેવામાં આવ્યું છે કે સત્કર્મશીલ વ્યક્તિને સત્યની નૌકા પાર કરાવે છે. દુષ્કર્મી, સંયમહીન તેમજ છલ-કપટ કરનાર વ્યક્તિની નાવ અડધેથી ડૂબીમે તેના જીવનને નિરર્થક કરી દે છે.

ખોટું બોલવું એક એવો ગુણ છે જેના માટે આપણે ખૂબ પ્રયાસ કરવા પડે છે. જ્યારે સત્ય બોલવા માટે આપણે કઇપણ કરવાની કોઇ જરૂરત હોતી નથી. સત્ય બોલીશું તો દરેક વસ્તુ સારી થશે. ખોટું બોલવાથી શરૂઆતમાં તો સુખ પ્રદાન કરે છે. પરંતુ ભવિષ્યમાં તેને છૂપાવવા માટે વારંવાર ખોટાનો સહારો લેવો પડે છે. જેનાથી નવી-નવી પરેશાનીઓ સામે આવે છે.
ખોટું બોલવાથી તમને શરૂઆતમાં સફળતા મળે છે. પરંતુ અંત હંમેશા ખરાબ જ હોય છે. માટે સત્ય સાથે આગળ વધવાનું વિચારો. સતત ખોટું બોલવા પર ઘરની સુખ શાંતિ તો ભંગ થાય છે તેમજ આપણા વ્યક્તિત્વને પણ નુક્શાન થાય છે. સત્ય બોલવાથી સફળ થવાય છે. તો ખોટું બોલવાથી પાછળ રહી જવાય છે. તે સિવાય ખોટું બોલવાથી બિમારીઓ પણ થઇ શકે છે.