Effects of global slowdown more pronounced in India: IMF
  • Home
  • Business
  • ભારત માટે માઠા સમાચાર, IMFએ વ્યક્ત કરી ચિંતા અને આપી ગંભીર ચેતવણી

ભારત માટે માઠા સમાચાર, IMFએ વ્યક્ત કરી ચિંતા અને આપી ગંભીર ચેતવણી

 | 1:10 pm IST

આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)એ ભારતને લઈને ચિંતા વ્યક્ત કરી છે. IMF ચીફ ક્રિસ્ટાલિના જોર્જિએવાએ આર્થિક મંદીને લઈને રીતસરની ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે, વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આર્થિક સુસ્તી જોવા મળી રહી છે, જેના કારણે 90 ટકા દેશોના વિકાસની ગતિને બ્રેક લાગશે. ઝડપથી વિકસી રહેલી અર્થવ્યવસ્થાના કારણે તેની ભારતમાં સૌથી વધારે અસર જોવા મળશે.

આઈએમએફના મુખ્યાલયમાં તેના નવા ડાયરેક્ટર ક્રિસ્ટાલિના જોર્જિએવાએ કહ્યું હતું કે, અમારૂ અનુંમાન છે કે, વર્ષ 2019માં દુનિયાના 90 ટકા દેશોનો વિકાસદર ઘટી શકે છે. વૈશ્વિક અર્થવ્યવસ્થા મંદીના તબક્કામાંથી પસાર થશે. બલ્ગેરિયાની અર્થશાસ્ત્રી ક્રિસ્ટાલિના તાજેતરમાં જ IMFના ડાયરેક્ટર બન્યા છે અને તેમણે ક્રિસ્ટીન લગાર્દના સ્થાને નિમવામાં આવ્યા છે.

ભારત અને બ્રાઝિલની સ્થિતિ શું?

જોર્જિએવાએ કહ્યું હતું કે, અમેરિકા, જાપાન જેવા વિકસિત દેશોમાં આર્થિક ગતિવિધિઓ નબળી પડી રહી છે. તેમાં પણ ખાસ કરીને યુરોપમાં. તો બીજીબાજુ ભારત અને બ્રાઝિલ જેવા દેશોમાં આ વર્ષે આર્થિક મંદી વધારે જોવા મળી રહી છે. તેમણે કહ્યું હતું કે, ચીનની અર્થવ્યવસ્થાની ગતિ પણ નબળી પડવા લાગી છે.

તેમણે કહ્યું હતું કે, આ પ્રકારના આઉટલુકથી એ દેશો માટે મુશ્કેલીઓ વધશે જે પહેલાથી જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યાં છે. તેમાં ખાસ કરીને મુદ્રાકોષને લઈને અનેક દેશોના કાર્યક્રમોમાં પણ સમસ્યા ઉભી થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન