અહમ્ને ઓવરટેક કરી, સંયમની સ્પીડ સાથે સફળતાના શિખરે પહોંચી શકે તે છે નારી... - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • અહમ્ને ઓવરટેક કરી, સંયમની સ્પીડ સાથે સફળતાના શિખરે પહોંચી શકે તે છે નારી…

અહમ્ને ઓવરટેક કરી, સંયમની સ્પીડ સાથે સફળતાના શિખરે પહોંચી શકે તે છે નારી…

 | 1:24 am IST

સ્ત્રીનું એક સ્વરૂપ એટલે સૌમ્યતા. સ્ત્રી જ્યારે પુરુષનાં અહંકારને પોષીને પડદા પાછળની અભિનેત્રિ બને છે ત્યારે તે પુરુષ ચોક્કસ નાયક બની શકે છે. આ અહમને ગળી જઈને, અપમાન ન સમજતાં તેના અહમને પી જઈને પોતાના સ્ત્રી દાક્ષણ્યનો પરચો સંયમથી કરીને સફળતા પ્રાપ્ત કરે છે. સંયમને ક્યારેય ઓછો કર્યા વગર એકધારી સ્પીડ પર મક્કમતા સાથે સંસારમાં આગળ વધતી જાય છે નારી. આવી ગુણવંતી નારીને સમાજમાં, કુટુંબમાં,  પરિવારજનોમાં દરેકનાં હદય પર રાજ કરી શકે તેટલી સફળતા તો ચોક્કસ મળે જ છે. આજની નારીને કોઈને દેખાડી દેવાનીવૃત્તિનાં બદલે જો આ મંત્રની શીખ મળ ે તો તે ચોક્કસ આગળ વધી શકે. અહીં આગળ વધવાનો  અર્થ કોઈ માઈલસ્ટોન સુધી પહોંચવાનો નથી પરંતુ સાર્થક જીવનની સફળ યાત્રા કરવાનો છે. મહિલા દિવસે સફળતાનો આ મંત્ર દરેક નારીના જીવનને ઉજાગર કરે તેવી શુભકામના.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન