ઇજિપ્તની કોર્ટે પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ મુર્સીને 3 વર્ષની સજા સંભળાવી - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • ઇજિપ્તની કોર્ટે પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ મુર્સીને 3 વર્ષની સજા સંભળાવી

ઇજિપ્તની કોર્ટે પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ મુર્સીને 3 વર્ષની સજા સંભળાવી

 | 9:34 pm IST

ઇજિપ્તની એક કોર્ટ ન્યાયતંત્રનું અપમાન કરવાના મામલામાં પૂર્વ ઇસ્લામી રાષ્ટ્રપતિ મોહમ્મદ મુર્સી અને 18 અન્ય લોકોને ગુનેગાર ગણાવ્યા છે. તથા તેમને 3 વર્ષની સજાની સંભળાવી છે. આ મામલામાં પ્રતિવાદીઓમાં પ્રતિષ્ઠિત કાર્યકર્તા અલ અબ્દેલ ફતહ તથા રાજકીય વિશ્લેષક અમ્ર હમ્જાવી સામેલ છે. બન્ને પર 1688 ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે. અબ્દેલ ફતહ વર્ષ 2013માં ગેરકાયદેસર પ્રદર્શનમાં ભાગ લેવાના મામલામાં પાંચ વર્ષની સજા કાપી રહ્યા છે. હમ્જાવી નિર્વાસિત જીવન વ્યતીત કરી રહ્યા છે. મુર્સીના એક વર્ષના વિભાજનકારી શાસન વિરુદ્ધ વ્યાપક સ્તર પર પ્રદર્શન થયા હતા. જે બાદ વર્ષ 2013માં સેનાએ તેમને સત્તાથી બેદખલ કરી દીધા હતા. ત્યારથી તેઓ જાસૂસી અને વિદેશી સમૂહોની સાથે ષડયંત્ર રચવા સહિત વિભિન્ન આરોપોના કેસનો સામનો કરી રહ્યા છે.

ઇજિપ્તએ વર્ષ 2013 બાદથી ઇસ્લામિક નેતાઓ પર કાર્યવાહી કરી અને ધર્મનિરપેક્ષ તથા ઉદારવાદી કાર્યકર્તાઓની સાથે-સાથે હજારો લોકોને જેલ ભેગા કર્યા હતા. મુર્સીના સંગઠન, મુસ્લિમ બ્રધરહૂડના 18 સદસ્યોને પણ આ આરોપોમાં સમાન સજા આપવામાં છે. ઓરોપીઓને કોર્ટની અવમાનના કરવાના આરોપમાં ગુનેગાર ગણવામાં આવ્યા છે. તેમના પર જજને નારાજ કરવા તેમજ તેમના વિરુદ્ધ દ્વેષપૂર્ણ ભાવના ફેલાવવાના આરોપ પણ લગાવવામાં આવ્યા હતા.

મુર્સી હાલમાં 20 વર્ષ કારાવાસની સજા ભોગવી રહ્યા છે. આ સજા તેમને 2012માં તેમના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે રક્તરંજિત સંઘર્ષને ભડકાવવાને લઇને ગુનેગાર ગણાવતા આપવામાં આવી છે. તે સિવાય તેમને ગુપ્ત દસ્તાવેજ લીક કરવાના આરોપમાં 25 વર્ષ કારાવાસ સજા આપવામાં આવી છે. તેમના સમર્થક નેતાઓમાં પણ મોટાભાગના હાલ કસ્ટડીમાં છે અને ઘણા લોકોને હિંસા ભડકાવવા, હત્યા, જાસૂસી અને જેલથી ભાગવાના આરોપમાં મૃત્યુદંડ અને લાંબા સમયના કારાવાસની સજા આપવામાં આવી છે.