ફૂટબોલ મેચ દરમિયાન સ્ટેડિયમમાં થયેલી ભાગદોડમાં 8 વ્યક્તિનાં મોત, 45 ઘાયલ - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Football
  • ફૂટબોલ મેચ દરમિયાન સ્ટેડિયમમાં થયેલી ભાગદોડમાં 8 વ્યક્તિનાં મોત, 45 ઘાયલ

ફૂટબોલ મેચ દરમિયાન સ્ટેડિયમમાં થયેલી ભાગદોડમાં 8 વ્યક્તિનાં મોત, 45 ઘાયલ

 | 11:32 pm IST

સેનેગલની રાજધાની ડકારમાં લીગ કપની ફાઇનલ મેચ દરમિયાન ભાગદોડ થતાં અને દીવાલ ધરાશાયી થઇ જવાથી આઠ ફૂટબોલ પ્રશંસકોના મૃત્યુ થયા હતા. આ ઉપરાંત 45થી વધુ વ્યક્તિઓ ઘાયલ થયા હતા. એકસ્ટ્રા સમય દરમિયાન સ્કોર 2-1 હતો અને ફૂટબોલ ટીમ યુનિયન ર્સ્પોિટવ ઓકમ અને સ્ટેડ ડી મ્બોરના પ્રશંસકો આમને સામને ટકરાયા હતા.

પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે પોલીસે અશ્રુગેસનો સહારો લીધો હતો. આ દરમિયાન પ્રશંસકોએ સ્ટેડિયમમાંથી બહાર જવા માટે ભાગદોડ શરૂ કરી દીધી હતી અને આ સમયે એક દીવાલ પડી ગઇ હતી. હાલમાં ઘટના સ્થળે બચાવ કર્મી તથા ચિકિત્સક કામ કરી રહ્યા છે અને તેઓ કાટમાળની નીચે દબાયેલા જીવતા માણસોની શોધખોળ કરી રહ્યા છે. આ પહેલા પણ આફ્રિકામાં ફૂટબોલની મેચ દરમિયાન આવી ઘાતક દુર્ઘટનાઓ જોવા મળી છે. 11 ફેબ્રુઆરીના રોજ અંગોલામાં એક ફૂટબોલ મેચ દરમિયાન થયેલી ભાગદોડમાં 17થી વધુ લોકોના મૃત્યુ થયા હતા અને સેંકડો વ્યક્તિઓ ઘાયલ થઇ હતી.