NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Nri
  • અબુધાબીમાં આઠ ભારતીયોની દિવાળી સુધરી ગઈ

અબુધાબીમાં આઠ ભારતીયોની દિવાળી સુધરી ગઈ

 | 10:38 am IST

અબુધાબીમાં યોજાયેલા મેગા ડ્રોમાં 10 જણાને જેકપોટ લાગ્યો છે, આમા આઠ ભારતીયોનો પણ સમાવેશ થાય છે. ડ્રોમાં પ્રત્યેક વિજેતાને રૂ. 1.78 કરોડ મળશે. આ બિગ ટિકિટ ડ્રોનું આયોજન અબુધાબીના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગુરુવારે કરાયું હતું. યુએઈનો આ સૌથી મોટો રેફરલ ડ્રો છે. તેમાં પ્રત્યેક મહિને વિજેતાઓને રોકડ ઈનામ ઉપરાંત વૈભવી કાર અપાય છે.

આઠ ભારતીયો ઉપરાંત બે કેનેડાવાસીઓ ડ્રોમાં વિજેતા થયા છે. જેવલરી ગ્રુપમાં ચીફ એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતાં 43 વર્ષના ચંદ્રેશ મોતીવરસે જણાવ્યું હતું કે ડ્રોમાં મળેલા નાણાંનો કેવી રીતે ઉપયોગ કરવો તેનું હજુસુધી મેં પ્લાનિંગ કર્યું નથી, પરંતુ નાણાં મળી ગયા પછી હું પ્લાનિંગ કરીશ. હું ખુબ જ ખુશ છું.

બીજા એક મૂળ ભારતીય વિજેતા અભયકુમાર કૃષ્ણનને જણાવ્યું હતું કે મને ફોન મળ્યો ત્યારે એવું લાગતું હતું કે કોઈ મજાક કરે છે, પરંતુ જ્યારે બીજો ફોન મળ્યો ત્યારે હું હતપ્રભ થઈ ગયો હતો. 49 વર્ષના કેરળના કૃષ્ણનને જણાવ્યું હતું કે તેમણે તેમના મિત્ર સાથે મળીને ટિકિટ ખરીદી હતી.

47 વર્ષના જેવલરી ડિઝાઈનર સુંદરન નકલમંડાલિકે કહ્યું હતું કે ડિસેમ્બરમાં મારી ભત્રીજીના લગ્ન હોવાથી લોટરી લાગતાં હું ખુબ જ ખુશ છું.