'તમ્મા તમ્મા' પછી માધુરીનું 'એક, દો, તીન' ગીત પણ થશે રીક્રિએટ - Sandesh
NIFTY 10,980.45 -27.60  |  SENSEX 36,373.44 +-146.52  |  USD 68.6100 +0.16
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘તમ્મા તમ્મા’ પછી માધુરીનું ‘એક, દો, તીન’ ગીત પણ થશે રીક્રિએટ

‘તમ્મા તમ્મા’ પછી માધુરીનું ‘એક, દો, તીન’ ગીત પણ થશે રીક્રિએટ

 | 11:12 am IST

80ના દાયકાનું સુપરહિટ ગીત એક, દો, તીન….ફરી એકવાર ફિલ્મ બાગી-2માં સાંભળવા અને જોવા મળશે. પરંતુ આ ગીતમાં માધુરી દીક્ષિત નહી પણ જેકલીન ફર્નાન્ડિસ જોવા મળશે. માધુરી દીક્ષિતના આ સુપરહિટ ગીત પર ડાન્સ કરવા માટે જેકલીન ફર્નાન્ડિસે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

થોડા સમય પહેલા આવેલી ફિલ્મ બદરીનાથી કી દુલ્હનિયામાં માધુરી દીક્ષિતના તમ્મા તમ્મા ગીતને આલિયા ભટ્ટ અને વરૂણ ધવને રજૂ કર્યુ હતુ. હવે બાગી-2માં જેકલીન એક દો તીન ગીત પર ડાન્સ કરશે. આ ગીતને કોરિયોગ્રાફ ગણેશ આચાર્ય કર્યું છે. આ ગીત પર ડાન્સ કરવા માટે પોતાના લાગણી વ્યક્ત કરી જેકલીને જણાવ્યું હતુ કે, “આ ગીત અને મારો ડાન્સ હું માધુરી દીક્ષિતને સમર્પિત કરૂં છું. હું કેટલી પણ ડાન્સની તાલીમ લઇ લઉં માધુરીની સમકક્ષ કયારેય પહોંચી શકવાની નથી. તેમના માટે મારા દિલમાં સન્માન છે.” દરમિયાન બાગી-2નું ટ્રેલર 21 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. ફિલ્મનું નિર્માણ સાજિદ નડિયાદવાલાએ કર્યુ છે. આ ફિલ્મમાં અભિનેતા ટાઇગર શ્રોફ અને દિશા પટણી જોવા મળશે. આ ફિલ્મ ૩૦ માર્ચે સિલ્વર સ્ક્રીન પર રિલીઝ થશે.