ekadashi-in-this-story-shri-krishna-explained-the-glory-of-pertha
  • Home
  • Featured
  • શ્રી કૃષ્ણે પાર્થને ઉત્પત્તી એકાદશીનો મહિમા સમજાવ્યો જાણો આ કથામાં, video

શ્રી કૃષ્ણે પાર્થને ઉત્પત્તી એકાદશીનો મહિમા સમજાવ્યો જાણો આ કથામાં, video

 | 10:07 am IST

આ કથા ભગવાન શ્રીકૃષ્ણે માનવકલ્યાણ અર્થે અર્જુનને કહી હતી.પુરાણકાળમાં ઈન્દ્ર સહિત સર્વે દેવતાઓ ભગવાન શંકર પાસે ગયા અને બે હાથ જાડી કહેવા લાગ્યા કે હે ભોળાનાથ દૈત્યોના ત્રાસથી અમે સૌ દેવલોકો ભ્રષ્ટ થઈ પૃથ્વી પર ભટકીએ છીએ.જેથી એ દૈત્યોના ત્રાસમાંથી મુક્તિ મળે એ માટે આપ કોઈ ઉપાય બતાવો. ઉત્તર આપતા શિવજીએ કહ્યુ કે દૈત્યોના ત્રાસમાંથી મુક્તિ મેળવવા માટે આપ સર્વે દેવો ભગવાન ગરુડધ્વજ વિષ્ણુ પાસે જાઓ તેઓ આપનુ દુખ દૂર કરશે.
આવુ શિવજીનું વચન સાંભળીને ઈન્દ્રને ખુબ જ આનંદ થયો અને બધા દેવ તથા શિવજી સહિત જ્યાં ભગનાન સુતા હતા ત્યાં આવ્યા અને સ્તુતિ કરવા લાગ્યા .હે દેવાધિદેવ આ અમે બધા દૈત્યોના ભયથી તમારી શરણમાં આવ્યા છીએ..તો આપ અમારું રક્ષણ કરો..દૈત્યોએ દેવોને જીતી સ્વર્ગથી વિમુખ કર્યા છે જગન્નાથ સ્થાનભ્રષ્ટ બધા દેવ પૃથ્વી પર ફરે છે.
શિવજીનું આ વચન સાંભળીને ભગવાન વિષ્ણુ બોલ્યા..દેવોને જીતનાર આ દૈત્ય કોણ છે..અને તેને કોનો આશ્રય છે..ભગવાનનું આ વચન સાંભળી ઈન્દ્ર બોલ્યા , હે ભગવાન બધા દેવોનુ મર્દન કરનારો નાડીજ નામનો એક દેત્ય છે તે ચંંદ્રાવતી નામની નગરીમાં રહે છે.આ દૈત્ય બ્રહ્માની શક્તિથી ઉતપન્ન થયેલ છે. તે નગરીમાં રહી બધા દેવોને જીતી તેણે પોતાના તાબે કર્યા છે.જેથી હે ભગવાન તમે દૈત્યનો સંહાર કરી દેવોને વિજય અપાવો.
આજથી તારુ નામ ઉત્પતિ એકાદશી કહેવાશે..જે કોઈ માનવી મનોભાવથી વિધિપૂર્વક તારુ વ્રત કરશે..અને તારી કથા સાંભળશે..તો તે ઉપવાસી કરોડ વર્ષો સુધી વૈકુંઠને ભોગવશે.આમ કહી ભગવાન વિષ્ણુએ ઉત્પતિ એકાદશીને વરદાન સહિત આશીર્વાદ આપ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન