આ વખતે જન્મદિવસે એકતાને મળી બેવડી ખુશી, જુઓ પાર્ટીના PHOTO - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • આ વખતે જન્મદિવસે એકતાને મળી બેવડી ખુશી, જુઓ પાર્ટીના PHOTO

આ વખતે જન્મદિવસે એકતાને મળી બેવડી ખુશી, જુઓ પાર્ટીના PHOTO

 | 5:39 pm IST

ટીવી ક્વીન એકતા કપુરે 7 જુનની સાંજે મિત્રો અને પરિવારજનો વચ્ચે તેમનો જન્મદિવસ મનાવ્યો. આ પાર્ટીમાં એકતાની ગર્લ ગેંગ અને પરિવારના સભ્યો જોવા મળ્યા.

એકતાના જન્મદિવસે તેમના પિતા જીતેન્દ્ર કપુર, માતા શોભા કપુર અને ભાઇ તુષાર કપુર પણ હાજર રહ્યા હતા. જન્મદિવસ અંગે જાણકારી આપતા એકતાએ સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે દરવર્ષની જેમ કાલે મારે તીરૂપતી બાલાજીના દર્શને જવું છે.

એકતાએ બાલાજીના દર્શન કર્યા બાદ સાંજે આ પાર્ટીનું આયોજન કર્યું હતુ. જેમાં તેમના નજીકના મિત્રો મોનાસિંહ અને અનિતા પણ જોવા મળ્યા હતા. એકતા હાલમાં તેમની ફિલ્મ ‘વિરે દી વેડીંગ’ની સફળતાનો આનંદ મનાવી રહી છે.