Ekta kapoor bring back kahani ghar ghar ki show after 18 years
  • Home
  • Entertainment
  • પાછો આવી રહ્યો છે એક્તા કપૂરનો જૂનો શો, આવા હશે ચેન્જિસ

પાછો આવી રહ્યો છે એક્તા કપૂરનો જૂનો શો, આવા હશે ચેન્જિસ

 | 5:47 pm IST

સાક્ષી તંવરના એક જમાનાનો સુપરહીટ શો કહાની ઘર ઘર કીને આજે પણ ફેન્સ ભૂલ્યા નથી. એકવાર ફરીથી આ શો પાછો આવવાનો છે. એક રિપોર્ટ અનુસાર, એક્તા કપૂર કસૌટી જિંદગી કી બાદ હવે કહાની ઘર ઘર કી શો ફરીથી લાવવાની તૈયારીમાં છે.

ફેન્સ માટે સૌથી મોટી ખુશીની વાત એ છે કે, આ શોમાં સાક્ષી તંવર નજર આવશે. આ વખતે સાક્ષી નવા શોની સ્ટોરી બતાવતી રહેશે. પંરતુ સાક્ષીનો રોલ પરમનન્ટ નહિ હોય. એક્તા કપૂરે આ શોની પૂરતી તૈયારીઓ કરી લીધી છે, હાલ આ શોમાં નવા ચહેરા લાવવાની તૈયારીઓ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, 18 વર્ષ પહેલા કહાની ઘર ઘર કી શો પહેલીવાર ઓન એર કરવામાં આવ્યો હતો, આ શો નાના પડદા પર સુપરહીટ સાબિત થયો હતો અને 8 વર્ષ સુધી ચાલ્યો હતો. આ શોએ સાક્ષીને નવી ઓળખ આપી હતી. આ શોના દરેક પાત્રએ ફેન્સના દિલમાં સ્થાન જમાવ્યું હતું.

એક્તા કપૂર હાલ જૂની સીરિયલ્સની સીરિઝ ચલાવી રહી છે. જેમાં નાગિન સીરિઝ સૌથી વધુ હીટ થઈ છે. હવે કસૌટી જિંદગી કી બાદ કહાની ઘર ઘર કી જોવા માટે ફેન્સ રાહ જોઈ રહ્યા હતા.