ekta-kapoor-took-2-5-years-to-find-the-perfect-face-for-web-series
  • Home
  • Photo Gallery
  • આજ છે એ યુવતી જેને શોધતા એકતાને લાગ્યા 2.5 વર્ષ, જુઓ Photos

આજ છે એ યુવતી જેને શોધતા એકતાને લાગ્યા 2.5 વર્ષ, જુઓ Photos

 | 3:33 pm IST

પ્રખ્યાત પ્રોડ્યુસર અને કંટેટ ક્વીન એકતા કપુર છેલ્લા 2.5 વર્ષથી તેમની નવી વેબ સીરીઝ ‘ઇટ હેપન્સ ઇન કલકત્તા’ માટે લીડ એક્ટ્રેસને શોધી રહી હતી. આખરે મોડલ નગમા રિઝવાન પર તેમણે પસંદગીનો કળશ ઢોળ્યો છે. આ લવ સ્ટોરી માટે ટીવી એકટર કરણ કુંદ્રાને લીડ એકટર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ મેકર્સ લીડ એકટ્રેસ તરીકે નવો ચહેરો લોન્ચ કરવા માંગતા હતા. આ માટે 2.5 વર્ષમાં સમગ્ર દેશમાં 300 કરતાં વધારે ઓડિશન લેવામાં આવ્યા હતા. આ અંગે એકતાએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી.

પોતાની પસંદગી અંગે 25 વર્ષની રિઝવાન કહે છે કે મને આ તક મળવાથી હું ખુબ જ ખુશ છું. મને આશા છે એકતા મારી બહારની સુંદરતાની સાથે એક્ટીંગની પ્રતિભાને પણ ધ્યાને લેશે. આ તક આપવા માટે હું તેમની ખુબ જ આભારી છું.

‘ઇટ હેપન્સ ઇન કલકત્તા’ની સ્ટોરી કુસુમ નામની છોકરી આસપાસ ધૂમે છે. કુસુમ ડોકટર બનવા માગે છે અને તે કલકત્તા મેડિકલ કોલેજમાં એડમીશન લે છે જ્યાં તેમને રણબીર મળે છે અને તે તેમના પ્રેમમાં પડે છે. આ સીરીઝમાં પ્લેગની મહામારી અને 1971ના યુધ્ધની ઘટનાને પણ આવરી લેવામાં આવશે. આ વેબ સીરીઝનું ડાયરેક્શન કેન ઘોષ કરશે જેનું સ્ટ્રીમીંગ ઓલ્ટ બાલાજી પર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન