ekta kapoor trolled for donating bananas to beggars troll in social media
  • Home
  • Entertainment
  • Bollywood
  • મંદિરની બહાર એકતા કપૂરે એવું તે કેવું કર્યુ દાન, સોશિયલ મીડિયા પર થઈ ગઈ ટ્રોલ

મંદિરની બહાર એકતા કપૂરે એવું તે કેવું કર્યુ દાન, સોશિયલ મીડિયા પર થઈ ગઈ ટ્રોલ

 | 12:54 pm IST

દિગ્ગજ ફિલ્મમેકર એકતા કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એકતા કપૂર મંદિરની બહાર ભીખારીઓને કેળાનું દાન કરતી જોવા મળી રહી છે. જો કે જે વસ્તુ માટે એકતા ટ્રોલ થઈ છે તે કેળાનું દાન નહીં પણ દાન કરવાની રીતના કારણે કેટલાક લોકોની નજરે ચડી છે.

એકતા ગરીબ લોકોને દાન કરતી વખતે ભૂલથી પણ એ લોકો તેને અડી ન જાય એ વાતનું ધ્યાન રાખતી જોવા મળે છે. કેળા બાંટતી વખતે એકતા અદ્ધરથી કેળાનો ઘા કરતી દેખાઇ રહી છે. આવું કરવા જતા કેટલાક કેળા તેના હાથમાંથી પડી પણ જાય છે.જાણેકે આ લોકો કોઈ અસ્પૃશ્ય હોય એ રીતે એકતા તેમની સાથે વર્તન કરતી દેખાઇ રહી છે.

એકતાનો ગરીબો સાથેનો આવો વ્યવહાર જોઇ સોશિયલ મીડિયા પર તેની ખુબજ ચર્ચા જામી છે. સોશિયલ મીડિયા પર એકતાની ભારે ટીકા કરવામાં આવી રહી છે. એક યૂઝરે લખ્યું કે શું આ કોઈ રીત છે કેળા આપવા જ છે તો હાથમાં આપ આ રીતે ફેંકે છે કેમ? આટલી જ તકલીફ પડે છે તો દાન કરવાનું રહેવા દે.

એક બીજા યૂઝરે એકતાને ટ્રોલ કરતા કહ્યું કે કેળાનું દાન કરે છે કે ફેંકી રહી છે? ભીખારીનો હાથ અડી જશે તો આસમાન નીચે નહી આવી જાય. એક યૂઝરે ગુસ્સામાં કહ્યું કે કોઈ કુતરાને બિસ્કીટ ફેંકે કોઈ સેન્સ છે કે નહી? માણસો સાથે જાનવરો જેવા વ્યવહાર કેમ કરે છે?

એક યૂઝરે લખ્યું કે તે કેળા કેમ ફેંકી રહી છે? દયા ભાવના વગર દાન કરવાનો શું મતલબ છે? એક યૂઝરે લખ્યું કે પૈસાથી મોટી મનથી નાની એકતા જ આવું કરી શકે. આ વીડિયો પર લોકોએ એકતા પર જોરદાર દલીલો કરી છે. એકતા બાલાજી ટેલીફિલ્મ્સની માલકીન છે અને ઢગલો ફિલ્મો ટીવી શો તેમજ વેબ સીરીઝ પ્રોડ્યુસ કરી ચુકી છે.

આ વીડિયો જુઓ: ડોનાલ્ડ ટ્રમ્પ અને PM મોદીના રોડ શોની ઐતિહાસિક ક્ષણની કેટલીક તસ્વીરો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન