ekta kapoor tv show ram kapoor and sakshi tanwar kissing scene
  • Home
  • Entertainment
  • Bollywood
  • આ હિરોઈને કરી એકધારી 17 મિનિટની KISS, પાછળથી માંગવી પડી માફી

આ હિરોઈને કરી એકધારી 17 મિનિટની KISS, પાછળથી માંગવી પડી માફી

 | 11:30 am IST

ટીવીની ક્વીન એકતા કપુર આજે 7 જુને પોતાનો 44મો જન્મ દિવસ મનાવી રહી છે. ટીવી શોને બોલ્ડ બનાવવામાં આ હિરોઈન વધારે પડતી ફેમસ હતી. એકતા કપુરે એક એવો સીન કર્યો કે જેના લીધે ટીવી જગતમાં તેની ચર્ચા ચોતરફ થવા લાગી.

એકતા કપુરનો શો ‘બડે અચ્છે લગતે હૈ’માં એક્ટર રામ કપુર અને હિરોઈન સાક્ષી તંવર વચ્ચે એક લાંબુ કિસિંગ સીન હતું કે જે વાત વધારે ચર્ચામાં આવી ગઈ હતી. આ સીનમાં 17 મિનિટનું કિસિંગ સીન હતું કે જે થોડા જ વખતમાં શુટ થઈ ગયું હતું. જો કે આ સિન બાદ એવું કહેવામાં આવતુ હતું કે રામ અને સાક્ષીને ખુબ પસ્તાવો થયો હતો. ત્યારબાદ બંન્નેને ઘણા વિવાદોનો પણ સામનો કરવો પડ્યો હતો.

બંન્નેના આ સીનનો વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. એક તરફ આ સીન માટે ઘણી ટીઆરપી મળી પણ પછી એકતા કપુરને આ સીન કરીને પસ્તાવો થયો હતો. એકતા એ એક વાતચીતમાં સ્વીકાર્યું હતું કે સાક્ષી અને રામુ વચ્ચે આ સીન કરાવવું એ મારી મોટી ભુલ હતું.

હાલમાં જ એકતા કપુરે એક મોટી વાતનો ખુલાસો કર્યો છે. કે જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. એકતા કપુર દિગ્ગજ હિરો જીતેન્દ્રની દીકરી છે. સ્ટાર કિડ્સ હોવા છતાં તેણે પોતાની ઓળખાણ જાતે બનાવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન