El Chapo Wife Arrested In US, Interesting facts on Chapo's Life
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ડ્રગ્સનો ધંધો, છોકરીઓનો નશો, સુરંગો…જાણો દુનિયાના શક્તિશાળી માફિયા અલ ચાપોનો રંગીન મિજાજ

ડ્રગ્સનો ધંધો, છોકરીઓનો નશો, સુરંગો…જાણો દુનિયાના શક્તિશાળી માફિયા અલ ચાપોનો રંગીન મિજાજ

 | 1:33 pm IST
  • Share

અમેરિકા (America)ની જેલમાં સડી રહેલો વિશ્વનો સૌથી શક્તિશાળી ડ્રગ તસ્કર અલ ચાપો (El Chapo) ફરી એકવાર ચર્ચામાં છે. અલ ચાપોની 31 વર્ષની પત્ની અને ભૂતપૂર્વ બ્યુટી ક્વીન એમ્મા કોરોનેલ એસપુરો (Emma Coronel Aispuro)ની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. એમ્મા પર ઘણા સંગીન આરોપો લગાવામાં આવ્યા છે. ડ્રગ્સ તસ્કરીના બેતાજ બાદશાહ અલ ચાપોનો જન્મ ઉત્તર-પશ્ચિમ મેક્સિકો (Mexico)ના સિનાલોઆ (Sinaloa) પ્રાંતમાં ખૂબ જ ગરીબ પરિવારમાં થયો હતો. અલ ચાપોનો સંગઠિત ગુનાહિત વ્યવસાય એક સમયે એટલો વિકસિત થયો હતો કે 2009માં ફોર્બ્સ મેગેઝિનએ તેને વિશ્વનો 701મો સૌથી ધનિક વ્યક્તિ ગણાવ્યો હતો. ફોર્બ્સના જણાવ્યા અનુસાર અલ ચાપો પાસે કુલ 1 અબજ ડોલરની સંપત્તિ હતી. અલ ચાપોને મહિલાઓનો નશો હતો અને તે બાળકીઓ પર બળાત્કારને પોતાના માટે વિટામિન કહેતો હતો. ચાલો જાણીએ અલ ચાપોની ક્રૂરતાની આખી વાર્તા …

El Chapo

5 ફૂટ 6 ઇંચ અલ ચાપો સિનાલોઆ કાર્ટેલનો વડા બન્યો

અલ ચાપો જેણે સિનાલોઆમાં પોતાનું બાળપણ ગરીબીમાં વિતાવ્યું હતું, તેના પિતાના હાથે શારીરિક ત્રાસ સહન કરવો પડ્યો હતો અને તે તેના પિતાના કારણે જ ડ્રગની હેરાફેરીમાં આવ્યો હતો. ફક્ત 5 ફૂટ 6 ઇંચ ઉંચો હોવાને કારણે તે અલ ચાપો કહેવાયો. તેનું પૂરું નામ જોકિન અલ ચાપો ગજમાન છે. તેનો જન્મ વર્ષ 1957માં થયો હતો. એક બાળક તરીકે અલ ચાપોએ તેના પિતાને ગાંજો ઉગાડવા માટે મદદ કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ અલ ચાપોએ મેક્સિકોના વધતા ડ્રગ લોર્ડ હેક્ટર લ્યુઇસ પાલ્મા સાલાઝાર સાથે કામ કરવાનું શરૂ કર્યું અને તેનાથી તેનું નસીબ બદલાઈ ગયું. તેણે સાલાઝારને ડ્રગ્સ સિનાલોવાથી યુ.એસ. મોકલી શકાય તે માટેનો માર્ગ મોકળો કરવામાં મદદ કરી. 1988માં અલ ચાપોએ પોતાનું કાર્ટેલ બનાવ્યું અને પછી પાછળ ફરી જોયું નહીં. બાદમાં તે સિનાલોઆ કાર્ટેલનો ચીફ બન્યો. જેના અંગે કહેવામાં આવે છે કે યુ.એસ.માં સૌથી વધુ કોકેન, ગાંજા, હેરોઈન વગેરે જેવા નશીલા પદાર્થોની તસ્કરી કરે છે. તેનું નેટવર્ક યુરોપ સુધી વિસ્તરેલું છે. આ બંને દેશો માદક પદાર્થોના સૌથી મોટા વપરાશકાર છે. અલ ચાપો 2017ની સાલથી યુએસની જેલમાં છે.

મેક્સીકન ડ્રગ લોર્ડ ‘અલ ચાપો’ ટનલોનો રાજા

વિશ્વના મોસ્ટ વોન્ટેડ ડ્રગ લોર્ડ ‘અલ ચાપો’ એટલે કે જોકવિન ગુજમાને સુરંગોનું એવું નેટવર્ક પાથર્યું કે અમેરિકા આંખો પહોળી કરતું જોતું રહી ગયું. 5 ફૂટ 6 ઇંચના આ માણસની ગણતરી વિશ્વના સૌથી શક્તિશાળી ડ્રગ લોર્ડ્સમાં થાય છે. તે સિનાલોઆ કાર્ટેલનો નેતા છે જે અમેરિકામાં સૌથી વધુ ડ્રગ્સ સપ્લાય કરે છે. ચાપોની એક ખાસિયત એ છે કે ટનલોનો ઉપયોગ. ચાર દાયકાથી પણ વધુ સમય સુધી તેણે સરહદો પર ટનલ દ્વારા ડ્રગ્સ આમ-તેમ કરાવતો. જ્યારે પણ પકડાય ત્યારે તે ટનલમાંથી દોડી ભાગી જતો. 2001માં ચાપોએ 78 લોકોને પૈસા આપ્યા અને જેલમાં ટનલ બનાવીને છટકી ગયો. ફરી પકડાયા પછી જુલાઈ 2015માં ચાપોએ તેના સેલમાં શાવરમાંથી એક માઇલ લાંબી ટનલ ખોદી અને એક દિવસ ભાગી છૂટ્યો. અલ ચાપોને ખાસ બનાવેલી મોટરસાયકલનો ઉપયોગ કરીને ટનલમાંથી બહાર કાઢવામાં આવ્યો. જો એમ કહેવામાં આવે કે ઇતિહાસમાં ટનલમાંથી કોઈએ સૌથી વધુ ફાયદો મેળવ્યો હોય તો ચાપોનું નામ ચોક્કસપણે યાદીમાં ટોચ પર હશે.

અલ ચાપોના 23 બાળકો, મહિલાઓનો નશો, વહુ બ્યુટી ક્વીન

ડ્રગ લોર્ડ અલ ચાપોને મહિલાઓનો નશો હતો અને તેણે એક ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું. જ્યારે અલ ચાપોને પૂછવામાં આવ્યું કે તમને સૌથી વધુ શું ગમે છે… તમને કંઇ વસ્તુની લત છે…તેના પર અલ ચાપોએ જવાબ આપ્યો કે કંઈ નહીં…મને ફક્ત મહિલાઓની આદત છે. અલ ચાપોએ 4 લગ્ન કર્યાં હોવાનું કહેવાય છે. તેના પ્રથમ લગ્ન 1977માં થયા હતા. 2017માં તેણે બ્યુટી ક્વીન એમ્મા કોરોનેલ સાથે લગ્ન કર્યા. 31 વર્ષીય એમ્મા કોરોનેલ એઇસપુરોને અમેરિકાના વૉશિંગ્ટન ડીસીની બહાર ડલ્લાસ એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી છે. અલ ચાપોની પત્ની પર કોકેઇન, હેરોઈન સહિતના વિવિધ ડ્રગ્સના વિતરણના કાવતરાંનો આરોપ છે. કોરોનેલ પર માદક પદાર્થોની તસ્કરીના આરોપો સિવાય પોતાના પતિને 2015ની સાલમાં જેલમાંથી છોડાવાનો આરોપ પણ લાગ્યો છે. અલ ચાપો મેક્સિકોની સૌથી વધુ સુરક્ષિત જેલમાં રાખવામાં આવ્યો હતો.

અલ ચાપો સગીર છોકરીઓ પર ‘વિટામિન’ ગણાવી બળાત્કાર કરતો
ડ્રગ્સના માફિયા જોકિન અલ ચાપો ગજમનની કેટલીક કાળી કરતૂતોમાં સગીર યુવતીઓ પર બળાત્કાર સામેલ છે. તેના સાથીદાર, એલેક્સ સિફુએન્ટિસના મતે લાંબા સમય સુધી છુપાઇ રહેવા દરમ્યાન તેણે અનેકવાર સગીર છોકરીઓ પર બળાત્કાર ગુજાર્યો હતો અને તે તેને પોતાનું ‘વિટામિન’ કહેતો હતો. એલેક્સના મતે ‘કોમરેજ મારિયા’ નામની સ્ત્રી અલ ચાપોના નિયમિત સંપર્કમાં રહેતી હતી. તે ડ્રગ માફિયાને સગીર યુવતીઓના ફોટોગ્રાફ્સ મોકલતી અને તેમાંથી કોઈ પણ પસંદ કરવાનું કહેતી. અલ ચાપો તે છોકરીઓને પર્વતો પરના તેમના ગુપ્ત સ્થાને પહોંચાડવા માટે અલ ચાપો છોકરી દીઠ આશરે 3 લાખ રૂપિયા (છોકરી દીઠ) ચૂકવતો હતો. સિફ્યુએન્ટિસના જણાવ્યા અનુસાર ગજમન એ સગીર છોકરીઓને પોતાનો ‘વિટમિન’ કહેતો હતો અને કહેતો હતો કે તેને બળાત્કાર કરવાથી જ જીવન મળે છે.

મેક્સિકોના રાષ્ટ્રપતિ અલ ચાપોની માતાને મળવા પહોંચ્યા

અલ ચાપોની તાકાતનો અંદાજ એ હકીકતથી લગાવી શકાય છે કે મેક્સિકોના રાષ્ટ્રપતિ એડ્રેઝ મેન્યુઅલ લોપેઝ કોરોના વાયરસ મહામારીના પ્રતિબંધ છતાંય ડ્રગ તસ્કરની માતાની મુલાકાત લીધી હતી. તે પણ જ્યારે મેક્સિકોના આરોગ્યમંત્રીએ દેશના 13 કરોડ નાગરિકોને ઘરમાં જ રહેવાનું કહ્યું હતું જેથી કરીનેકોરોના વાયરસ ના ફેલાય. આ આદેશના 24 કલાક પણ પૂરા થયા નહોતા ત્યારે એક વીડિયો સામે આવ્યો જેમાં રાષ્ટ્રપતિ ઑબરેડરની ભલામણને નજરઅંદાજ કરી બાદિરાગુઆતોની મુલાકાત લીધી. જે ગેંગસ્ટર અલ ચાપોનું ગૃહ શહેર છે. વિવાદ ત્યારે વધ્યો જ્યારે એક વીડિયો સામે આવ્યો જેમાં રાષ્ટ્રપતિ અલ ચાપોની માતા મારિયા સાથે હાથ મિલાવતા જોવા મળ્યા. તે કારમાં બેઠા હતા. રાષ્ટ્રપતિએ એમ કહેતા સંભળાયા કે તમે અંદર જ રહેજો હું તમને પછી મળીશ. આ વીડિયોમાં અલ ચાપોના પરિવારનો પ્રતિનિધિ જોસ લુઇસ પણ રાષ્ટ્રપતિના ખભા પર હાથ રાખીને જોવા મળ્યો હતો.

આ વીડિયો પણ જુઓ : ભાજપ પ્રવક્તા આઈ.કે.જાડેજાનું નિવેદન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન